IPL 2025 મેગા ઓક્શનનો આજે બીજો દિવસ છે. પ્રથમ દિવસે ઘણા ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થયો હતો. રિષભ પંત તમામ રેકોર્ડ તોડીને IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. આ સિવાય શ્રેયસ અય્યર બીજા નંબરનો સૌથી મોંઘો ખેલાડી હતો. પ્રથમ દિવસે 72 ખેલાડીઓ પર 467.95 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. 72 ખેલાડીઓમાંથી ત્રણ ખેલાડીઓને 20 કરોડથી વધુની કમાણી મળી છે. પ્રથમ દિવસે તમામ ફ્રેન્ચાઇઝીઓએ ખેલાડીઓ પર ખૂબ પૈસા વરસાવ્યા હતા.
હરાજીમાં પ્રથમ દિવસ પછી આવી છે તમામ ટીમો
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)
ખરીદ્યા– ડેવોન કોનવે, રાહુલ ત્રિપાઠી, રચિન રવિન્દ્ર, ખલીલ અહેમદ, નૂર અહેમદ, રવિચંદ્રન અશ્વિન, વિજય શંકર.
રિટેન- એમએસ ધોની, રુતુરાજ ગાયકવાડ, મતિષા પથિરાના, રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)
ખરીદ્યા– લિયામ લિવિંગસ્ટોન, ફિલ સોલ્ટ, જીતેશ શર્મા, જોશ હેઝલવુડ, સુયશ શર્મા, રસિક દાર સલામ.
રિટેન- વિરાટ કોહલી, યશ દયાલ, રજત પાટીદાર.
મુંબઈ ઈન્ડિયન્સ (MI)
ખરીદ્યા– ટ્રેન્ટ બોલ્ટ, નમન ધીર, રોબિન મિન્ઝ, કર્ણ શર્મા.
રિટેન- જસપ્રિત બુમરાહ, સૂર્યકુમાર યાદવ, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, તિલક વર્મા.
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)
ખરીદ્યા– વેંકટેશ ઐયર, ક્વિન્ટન ડી કોક, રહેમાનુલ્લા ગુરબાઝ, એનરિક નોર્ખિયા, અંગક્રિશ રઘુવંશી, વૈભવ અરોરા, મયંક માર્કંડે.
રિટેન- રિંકુ સિંહ, વરૂણ ચક્રવર્તી, સુનીલ નારાયણ, આન્દ્રે રસેલ, હર્ષિત રાણા, રમનદીપ સિંહ.
દિલ્હી કેપિટલ્સ (DC)
ખરીદ્યા- મિચેલ સ્ટાર્ક, કેએલ રાહુલ, હેરી બ્રુક, જેક ફ્રેઝર મેકગર્ક, ટી નટરાજન, કરુણ નાયર, સમીર રિઝવી, આશુતોષ શર્મા, મોહિત શર્મા.
રિટેન– અક્ષર પટેલ, ટ્રીસ્ટન સ્ટબ્સ, કુલદીપ યાદવ, અભિષેક પોરેલ.
લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)
ખરીદ્યા– રિષભ પંત, ડેવિડ મિલર, એડન માર્કરામ, મિશેલ માર્શ, અવેશ ખાન, અબ્દુલ સમદ, આર્યન જુયાલ.
રિટેન- નિકોલસ પુરન, રવિ બિશ્નોઈ, મયંક યાદવ, મોહસીન ખાન, આયુષ બદોની.
ગુજરાત ટાઈટન્સ (GT)
ખરીદ્યા– જોસ બટલર, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, નિશાંત સિંધુ, મહિપાલ લોમરોર, કુમાર કુશાગ્રા, અનુજ રાવત, માનવ સુથાર.
રિટેન- રાશિદ ખાન, શુભમન ગિલ, સાઈ સુદર્શન, રાહુલ તેવાટિયા, શાહરૂખ ખાન.
રાજસ્થાન રોયલ્સ (RR)
ખરીદ્યા– જોફ્રા આર્ચર, મહિષ તિક્ષાના, વાનિન્દુ હસરંગા, આકાશ મધવાલ, કુમાર કાર્તિકેય.
રિટેન- સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, સંદીપ શર્મા.
સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)
ખરીદ્યા– હર્ષલ પટેલ, મોહમ્મદ શમી, ઈશાન કિશન, રાહુલ ચાહર, એડમ ઝમ્પા, અથર્વ તાવડે, અભિનવ મનોહર, સિમરજીત સિંહ.
રિટેન– પેટ કમિન્સ, ટ્રેવિસ હેડ, હેનરિક ક્લાસેન, અભિષેક શર્મા, નિતીશ રેડ્ડી.
પંજાબ કિંગ્સ (PBKS)
ખરીદ્યા- અર્શદીપ સિંહ, શ્રેયસ ઐયર, યુઝવેન્દ્ર ચહલ, માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ, નેહલ વઢેરા, હરપ્રીત બ્રાર, વિષ્ણુ વિનોદ, વિજયકુમાર વૈશાક, યશ ઠાકુર.
રિટેન- શશાંક સિંહ, પ્રભસિમરન સિંહ.
કઈ ટીમ પાસે કેટલું પર્સ બાકી ?
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – રૂ. 30.65 કરોડ
- મુંબઈ ઈન્ડિયન્સ- રૂ. 26.10 કરોડ
- પંજાબ કિંગ્સ- રૂ. 22.50 કરોડ
- ગુજરાત ટાઇટન્સ- રૂ. 17.50 કરોડ
- રાજસ્થાન રોયલ્સ- રૂ. 17.35 કરોડ
- ચેન્નાઈ સુપર કિંગ્સ- રૂ. 15.60 કરોડ
- લખનૌ સુપર જાયન્ટ્સ – રૂ. 14.85 કરોડ
- દિલ્હી કેપિટલ્સ- રૂ. 13.80 કરોડ
- કોલકાતા નાઈટ રાઈડર્સ- રૂ. 10.05 કરોડ
- સનરાઇઝર્સ હૈદરાબાદ - રૂ. 5.15 કરોડ.
કઈ ટીમ પાસે કેટલા સ્લોટ બાકી છે?
- ચેન્નાઈ સુપર કિંગ્સ- 12 સ્લોટ
- દિલ્હી કેપિટલ્સ- 12 સ્લોટ
- ગુજરાત ટાઇટન્સ- 14 સ્લોટ
- કોલકાતા નાઈટ રાઈડર્સ- 12 સ્લોટ
- લખનૌ સુપર જાયન્ટ્સ- 12 સ્લોટ્સ
- મુંબઈ ઈન્ડિયન્સ- 09 સ્લોટ
- પંજાબ કિંગ્સ- 12 સ્લોટ્સ
- રાજસ્થાન રોયલ્સ- 11 સ્લોટ
- રોયલ ચેલેન્જર્સ બેંગલોર- 09 સ્લોટ્સ
- સનરાઇઝર્સ હૈદરાબાદ 13 સ્લોટ.













