ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદે IPL 2025 માટે પોતાની ટીમોમાં નવા ખેલાડીઓનો ઉમેરો કર્યો છે. હૈદરાબાદના સ્પિનર એડમ ઝેમ્પા ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.
તેમના સ્થાને, SRH એ યુવા ખેલાડી સ્મરણ રવિચંદ્રનને ટીમમાં સામેલ કર્યો છે. જ્યારે ચેન્નાઈએ આયુષ મ્હાત્રેને તક આપી છે. CSK ના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.
ઝેમ્પા ઓસ્ટ્રેલિયાનો ઘાતક સ્પિનર છે. પરંતુ તે ઈજાના કારણે બહાર છે. હૈદરાબાદે સ્મરણને તક આપી છે. હાલમાં તે લગભગ 22 વર્ષનો છે. સ્મરણનો ઘરેલુ ક્રિકેટમાં સારો રેકોર્ડ છે. તે ઘરેલુ ક્રિકેટમાં કર્ણાટક તરફથી રમે છે. સ્મરાને અત્યાર સુધીમાં 6 T20 મેચમાં 170 રન બનાવ્યા છે. તેને 10 લિસ્ટ A મેચોમાં 433 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તેને સદી અને બે અડધી સદી ફટકારી છે. તેને ફર્સ્ટ ક્લાસમાં 516 રન બનાવ્યા છે.
ચેન્નાઈએ ગાયકવાડની જગ્યાએ મ્હાત્રેનો ટીમમાં કર્યો સમાવેશ
CSK ના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ ઈજાના કારણે બહાર છે. તેમના સ્થાને આયુષ મ્હાત્રેને ટીમમાં સ્થાન મળ્યું છે. મ્હાત્રે સ્થાનિક સ્તરે મુંબઈ માટે રમે છે. તેને 9 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 504 રન બનાવ્યા છે. તેને 7 લિસ્ટ A મેચોમાં 458 રન બનાવ્યા છે. મ્હાત્રેએ અંડર 19 ટીમ ઈન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેને એશિયા કપ 2024માં સારું પ્રદર્શન કર્યું.
હૈદરાબાદ-ચેન્નાઈનું પ્રદર્શન
સનરાઈઝર્સ હૈદરાબાદ આ સિઝનમાં 6 મેચ રમી ચૂક્યું છે. આ સમયગાળા દરમિયાન ટીમે ફક્ત 2 મેચ જીતી છે. જ્યારે તેને 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ચેન્નાઈની વાત કરીએ તો, તેને 6 માંથી ફક્ત એક જ મેચ જીતી છે. જ્યારે તેને 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.