IPL રિટેન્શન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે મેગા ઓક્શનનો વારો છે. તમામ દસ ટીમો પાસે સારા ખેલાડીઓ છે. ઘણી ટીમોએ એટલો ખર્ચ કર્યો છે કે હવે હરાજીમાં મુશ્કેલી ઊભી થશે કારણ કે પર્સમાં ઘણા પૈસા ઓછા થઈ ગયા છે.
પંજાબ કિંગ્સ પાસે છે સૌથી વધુ રકમ
જો કોઈ ટીમે સૌથી ઓછા પૈસા ખર્ચ્યા હોય તો તે પંજાબ કિંગ્સ છે. પંજાબે માત્ર બે ખેલાડીઓને રિટેન કર્યા છે. હવે પંજાબ કિંગ્સ ઓક્શનમાં ઓલઆઉટ થઈને પોતાની પસંદગીના ખેલાડીઓને ખરીદવા જઈ રહી છે. રાજસ્થાન રોયલ્સ પાસે સૌથી ઓછી રકમ બાકી છે.
પર્સમાં સૌથી વધુ રકમમાં RCB બીજા સ્થાને
RCBએ તેની સૌથી મોટી રકમ વિરાટ કોહલી માટે ખર્ચી છે. 21 કરોડની રકમ ચૂકવીને કોહલીનો સમાવેશ કરવામાં આવ્યો છે. સૌથી વધુ બાકી રકમના સંદર્ભમાં RCB બીજા સ્થાને છે. RCB પાસે હાલમાં 83 કરોડ રૂપિયા છે.
રિષભ પંતને રિલીઝ કરનાર દિલ્હી કેપિટલ્સ પાસે પણ સારી રકમ બાકી છે. દિલ્હીની ટીમ પાસે 73 કરોડ રૂપિયા પર્સમાં બાકી છે. લખનૌ સુપર જાયન્ટ્સ પાસે 69 કરોડ રૂપિયા અને ગુજરાત ટાઈટન્સ પાસે 69 કરોડ રૂપિયા છે.
ઓક્શનમાં આ ખેલાડીઓ પર લાગશે મોટી બોલી
દિલ્હી કેપિટલ્સે તેમના શાનદાર ખેલાડી રિષભ પંતને રિલીઝ કર્યો છે. રિષભ પંત ટીમનો કેપ્ટન હતો. એ જ રીતે કેએલ રાહુલ પણ લખનૌ સાથે નહીં રમે. તેને પણ રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અહીં બીજું મોટું નામ શ્રેયસ અય્યર છે. તેને પણ ટીમની બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે. ઓક્શનમાં આ ખેલાડીઓ પર મોટી બોલી લાગવાની શક્યતા છે.
મુંબઈ ઈન્ડિયન્સ
રિટેન કરાયેલા ખેલાડીઓ - જસપ્રિત બુમરાહ ( 18 કરોડ), સૂર્યકુમાર યાદવ (16.35 કરોડ), હાર્દિક પંડ્યા (16.35 કરોડ), રોહિત શર્મા (16.30 કરોડ), તિલક વર્મા (8 કરોડ)
ઓક્શન માટે પર્સમાં બચેલી રકમ - 55 કરોડ (120 કરોડમાંથી)
રાઇટ-ટુ-મેચ (RTM): 1
સનરાઈઝર્સ હૈદરાબાદ
રિટેન કરાયેલા ખેલાડીઓ - હેનરિક ક્લાસેન (23 કરોડ), પેટ કમિન્સ (18 કરોડ), અભિષેક શર્મા (14 કરોડ), ટ્રેવિસ હેડ (14 કરોડ), નીતિશ કુમાર રેડ્ડી (6 કરોડ)
ઓક્શન માટે પર્સમાં બચેલી રકમ - 45 કરોડ (120 કરોડમાંથી)
રાઈટ-ટુ-મેચ (RTM): 1
લખનૌ સુપર જાયન્ટ્સ
રિટેન કરાયેલા ખેલાડીઓ - નિકોલસ પૂરન (21 કરોડ), રવિ બિશ્નોઈ (11 કરોડ), મયંક યાદવ (11 કરોડ), મોહસીન ખાન (4 કરોડ), આયુષ બદોની (4 કરોડ)
ઓક્શન માટે પર્સમાં બચેલી રકમ - 69 કરોડ (120 કરોડમાંથી)
રાઈટ-ટુ-મેચ (RTM): 1
પંજાબ કિંગ્સ
રિટેન કરાયેલા ખેલાડીઓ - શશાંક સિંઘ (5.5 કરોડ), પ્રભસિમરન સિંઘ (4 કરોડ)
ઓક્શન માટે પર્સમાં બચેલી રકમ - 110.5 કરોડ (120 કરોડમાંથી)
રાઈટ-ટુ-મેચ (RTM): 4
રાજસ્થાન રોયલ્સ
રિટેન કરાયેલા ખેલાડીઓ - સંજુ સેમસન (18 કરોડ), યશસ્વી જયસ્વાલ (18 કરોડ), રિયાન પરાગ (14 કરોડ), ધ્રુવ જુરેલ (14 કરોડ), શિમરન હેટમાયર (11 કરોડ), સંદીપ શર્મા (4 કરોડ)
ઓક્શન માટે પર્સમાં બચેલી રકમ - 41 કરોડ (120 કરોડમાંથી)
રાઈટ-ટુ-મેચ (RTM): 0
ચેન્નાઈ સુપર કિંગ્સ
રિટેન કરાયેલા ખેલાડીઓ - રુતુરાજ ગાયકવાડ (18 કરોડ), મતિથા પાથિરાના (13 કરોડ), શિવમ દુબે (12 કરોડ), રવિન્દ્ર જાડેજા (18 કરોડ), એમએસ ધોની (4 કરોડ)
ઓક્શન માટે પર્સમાં બચેલી રકમ - 65 કરોડ (120 કરોડમાંથી)
રાઈટ-ટુ-મેચ (RTM): 1
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
રિટેન કરાયેલા ખેલાડીઓ - વિરાટ કોહલી (21 કરોડ), રજત પાટીદાર (11 કરોડ), યશ દયાલ (5 કરોડ)
ઓક્શન માટે પર્સમાં બચેલી રકમ - 83 કરોડ (120 કરોડમાંથી)
રાઈટ-ટુ-મેચ (RTM): 3
કોલકાતા નાઈટ રાઈડર્સ
રિટેન કરાયેલા ખેલાડીઓ - રિંકુ સિંહ (13 કરોડ), વરુણ ચક્રવર્તી (12 કરોડ), સુનીલ નારાયણ (12 કરોડ), આન્દ્રે રસેલ (12 કરોડ), હર્ષિત રાણા (4 કરોડ), રમનદીપ સિંહ (4 કરોડ )
ઓક્શન માટે પર્સમાં બચેલી રકમ - 51 કરોડ (120 કરોડમાંથી)
રાઈટ-ટુ-મેચ (RTM): 0
દિલ્હી કેપિટલ્સ
રિટેન કરાયેલા ખેલાડીઓ - અક્ષર પટેલ (16.50 કરોડ), કુલદીપ યાદવ (13.25 કરોડ), ટ્રિસ્ટન સ્ટબ્સ (10 કરોડ), અભિષેક પોરેલ (4 કરોડ)
ઓક્શન માટે પર્સમાં બચેલી રકમ - 73 કરોડ (120 કરોડમાંથી)
રાઈટ-ટુ-મેચ (RTM): 2
ગુજરાત ટાઈટન્સ
રિટેન કરાયેલા ખેલાડીઓ - રાશિદ ખાન (18 કરોડ), શુભમન ગિલ (16.50 કરોડ), સાંઈ સુદર્શન (8.50 કરોડ), રાહુલ તેવતિયા (4 કરોડ), શાહરૂખ ખાન (રૂ. 4 કરોડ)
ઓક્શન માટે પર્સમાં બચેલી રકમ - 69 કરોડ (120 કરોડમાંથી)
રાઈટ-ટુ-મેચ (RTM): 1













