IPL 2026 સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા ઝડપી બોલર અંશુલ કંબોઝ માટે આ સીઝન નિરાશાજનક સાબિત થઈ છે. ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં કંબોઝે પોતાની 4 ઓવરમાં 56 રન આપ્યા હતા અને માત્ર એક વિકેટ મેળવી શક્યો હતો. આ દરમિયાન તેની ઓવરમાં 4 સિક્સર પણ ફટકારી હતી.
IPL 2026 દરમિયાન તેમની બોલિંગ પર કુલ 34 સિક્સ ફટકારી
આ સાથે અંશુલ કંબોઝ IPLની એક જ સીઝનમાં સૌથી વધુ સિક્સર આપવાના શરમજનક રેકોર્ડ સુધી પહોંચી ગયા છે. IPL 2026 દરમિયાન તેમની બોલિંગ પર કુલ 34 સિક્સ ફટકારી છે, જે અત્યાર સુધીનો સૌથી ખરાબ આંકડો માનવામાં આવે છે. અગાઉ આ રેકોર્ડ રાશિદ ખાનના નામે હતો, જેને IPL 2025માં 33 સિક્સર આપી હતી. IPLની એક સીઝનમાં સૌથી વધુ સિક્સ આપવાના મામલે હવે અંશુલ કંબોઝ ટોચ પર પહોંચી ગયો છે. આ યાદીમાં મોહમ્મદ સિરાજ, કાગીસો રબાડા, હસારંગા અને યુઝવેન્દ્ર ચહલ જેવા બોલરોના નામ પણ સામેલ છે.
