• જાણો કયા અનસોલ્ડ ખેલાડીના નિલામીમાં નામ નથી
  • અનસોલ્ડ વિદેશી ખેલાડીઓની લાગી છે લાઈન
  • ઈશાંત અને અમિત મિશ્રાએ ઘટાડી બેસ પ્રાઈઝ

IPL 2023ની સીઝનને માટે મિની ઓક્શનને માટે તારીખ અને ખેલાડીનું લિસ્ટ પહેલાથી જાહેર કરી દેવાયું છે. આ મિની ઓક્શન 23 ડિસેમ્બરે કોચ્ચિમાં યોજાશે. આ ઓક્શન ભારતીય સમયાનુસાર બપોરે 2.30 વાગે શરૂ થશે. આ વખતે મિની ઓક્શનમાં એ સ્ટાર ખેલાડીઓ પરત આવશે જે છેલ્લા મેગા ઓક્શનમાં અનસોલ્ડ રહ્યા હતા. તેમને કોઈએ ખરીદ્યા ન હતા. આ ખેલાડીમાં ભારતના ફક્ત 2 જ મોટા નામ છે. જે ઈશાંત શર્મા અને અમિત મિશ્રા છે.

આ અનસોલ્ડ વિદેશી ખેલાડીઓ પર લાગશે બોલી

જ્યારે અનસોલ્ડ વિદેશી ખેલાડીઓની તો લાઈન લાગી છે. આ ખેલાડીઓના લિસ્ટમાં શાકિબ અલ હસન, આદિલ રાશિદ, ડેવિડ મલાન, ક્રિસ લિન, રિલી રોસો અને લિટન દાસ જેવા ખેલાડીના નામ છે. શાકિબ મલાન, લિટન અને આદિલની બેસ પ્રાઈસ એ છે જે છેલ્લી વખતે હતી. જ્યારે રિલી રોસો, ક્રિસ લિને પ્રાઈસ વધારી છે.

વિદેશી ખેલાડી હાલની બેસ કિંમત પહેલાની સીઝનમાં બેસ પ્રાઈઝ

  • શાકિબ અલ હસન 2 કરોડ રૂપિયા 2 કરોડ રૂપિયા
  • આદિલ રાશિદ 2 કરોડ રૂપિયા 2 કરોડ રૂપિયા
  • ડેવિડ મલાન દોઢ કરોડ રૂપિયા દોઢ કરોડ રૂપિયા
  • ક્રિસ લિન 2 કરોડ રૂપિયા દોઢ કરોડ રૂપિયા
  • રિલિ રોસો 2 કરોડ રૂપિયા 1 કરોડ રૂપિયા
  • લિટન દાસ 50 લાખ રૂપિયા 50 લાખ રૂપિયા

ઈશાંત અને અમિત મિશ્રાએ ઘટાડી બેસ પ્રાઈઝ

ભારતીય ખેલાડીમાં આ 2 ઈશાંત શર્મા અને અમિત મિશ્રા મોટા નામ છે. તેઓએ છેલ્લી આઈપીએલની નીલામીમાં કોઈ ખરીદદાર મળ્યો નથી. આ બંને સ્ટાર ખેલાડીએ આ વખતે ઓક્શનમાં પોતાની બેસ પ્રાઈઝ ઘટાડી છે. પહેલીવાર આ બંનેની બેસ પ્રાઈઝ દોઢ કરોડ રૂપિયા હતી પણ હવે આ તેઓએ તેને 50 લાખની કરી લીધી છે. એવામાં આ બંને ખેલાડીઓને માટે મોટો ઝટકો માની શકાય છે.

આ અનસોલ્ડ ખેલાડીના નિલામીમાં નામ નથી

ચેતેશ્વર પૂજારા, સ્ટીવ સ્મિથ, એરોન ફિંચ અને માર્નસ લાબુશેન જેવા સ્ટાર ખેલાડી પણ પહેલા અનસોલ્ડ રહ્યા હતા. તેઓએ આ વખતે ઓક્શન માટે પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું નથી. આ ખેલાડીઓ પર ન તો બોલી લાગશે અને તે અન્ય આઈપીએલમાં રમતા જોવા મળશે.

  • Follow us on: