• IPL 2024ની હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાશે
  • હરાજી માટે 333 ખેલાડીઓની યાદી જાહેર કરવામાં આવી
  • IPL 2024ની હરાજી 23 ખેલાડીઓની બેઝ પ્રાઈઝ 2 કરોડ

IPL ઓકશન 2024 માટે જે ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી કુલ 333 ખેલાડીઓની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં ભારતના 214, વિદેશી 119, એશોસિયંટ રાષ્ટ્રના (જે દેશને આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો દરજ્જો ના મળ્યો હોય) 2 ખેલાડીઓનો સામેલ છે. જેમાં 116 કેપ્ડ પ્લેયર અને 215 અનકેપ્ડ પ્લેયરનો સમાવેશ થયો છે. જેમાંથી હરાજીમાં માત્ર 77 ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવશે. IPLને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ છે. ચાહકો ઘણા સમયથી આની રાહ જોઈ રહ્યા હતા. PLની સુંદરતા એ છે કે આ લીગમાં તમામ દેશોના ખેલાડીઓ એકબીજા સાથે રમે છે. બધા ખેલાડીઓ તેમની મૂળ કિંમત રાખે છે અને તે મુજબ બિડ મૂકવામાં આવે છે. IPLની આ હરાજીમાં 23 ખેલાડીઓની મહત્તમ બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા છે. આ યાદીમાં 3 ભારતીય ખેલાડીઓ પણ છે.

2 કરોડ બેઝ પ્રાઈઝ ધરાવતા 3 ખેલાડી

2 કરોડની બેઝ પ્રાઈઝ ધરાવતા ભારતીય ખેલાડીઓમાં શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ અને હર્ષલ પટેલ છે. આ સિવાય અન્ય તમામ ભારતીય ખેલાડીઓની મૂળ કિંમત 2 કરોડથી ઓછી છે. આ લિસ્ટમાં એવા ઘણા વિદેશી ખેલાડીઓ છે, જેમણે આ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, તેના આધારે ખેલાડીએ તેની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા રાખી છે. ફાઇનલમાં ભારત સામે શાનદાર સદીની અણનમ ઈનિંગ રમીને ઓસ્ટ્રેલિયાને વર્લ્ડકપમાં વિજેતા બનાવનાર ટ્રેવિસ હેડનું પણ નામ સામેલ છે. આ સિવાય ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે પણ પોતાનું નામ આપ્યું છે, જેમણે પોતાની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા રાખી છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયન ખેલાડી સ્ટીવ સ્મિથ પણ સામેલ છે.

2 કરોડની બેઝ પ્રાઈઝ ધરાવતા તમામ ખેલાડીઓની યાદી

હેરી બ્રુક, ટ્રેવિસ હેડ, રિલે રોસો, સ્ટીવ સ્મિથ, ગેરાલ્ડ કોએત્ઝી, પેટ કમિન્સ, હર્ષલ પટેલ, શાર્દુલ ઠાકુર, ક્રિસ વોક્સ, જોશ ઈંગ્લિશ, લોકી ફર્ગ્યુસન, જોશ હેઝલવુડ, મિચેલ સ્ટાર્ક, ઉમેશ યાદવ, મુજીબ ઉર રહેમાન, આદિલ રશીદ, રાસી વાન ડેર ડ્યુસેન, જેમ્સ વિંસ, શેન એબોટ, જેમી ઓવરટન, ડેવિડ વિલી, બેન ડકેટ, મુસ્તફિઝુર રહેમાન


  • Follow us on: