- KKRએ ખેલાડીના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી
- ઈજાગ્રસ્ત મુજીબ ઉર રહેમાનને ટીમમાંથી બહાર
- મુજીબના સ્થાને એએમ ગઝનફર ટીમમાં સામેલ
IPL 2024ની 9 મેચો રમાઈ ચુકી છે, આ દરમિયાન શુક્રવાર 29 માર્ચે KKRએ ખેલાડીના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી છે. અફઘાનિસ્તાનના સ્પિનર મુજીબ ઉર રહેમાનને હવે KKRની ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. તેની જગ્યાએ KKRએ અફઘાનિસ્તાનના 16 વર્ષીય મિસ્ટ્રી સ્પિનરને ટીમમાં સામેલ કર્યો છે.
આ ખેલાડીને મળ્યું સ્થાન
મુજીબ ઉર રહેમાનના સ્થાને અફઘાનિસ્તાનના 16 વર્ષીય સ્પિનર મોહમ્મદ ગઝનફરને કોલકાતાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ગઝનફરે તાજેતરમાં આયર્લેન્ડ સામે ડેબ્યુ કર્યું હતું. તેણે બે વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમી છે. ગઝનફરને KKR દ્વારા રૂ. 20 લાખની બેઝ પ્રાઈઝ પર સામેલ કરવામાં આવ્યો છે. IPL 2024માં KKRએ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે તેની પ્રથમ મેચ જીતી હતી. આન્દ્રે રસેલની તોફાની ઈનિંગ આ મેચની સાક્ષી હતી.
KKRની નવી ટીમ
શ્રેયસ ઐયર (કેપ્ટન), નીતીશ રાણા, રિંકુ સિંહ, રહેમાનુલ્લા ગુરબાઝ, સુનીલ નારાયણ, ફિલ સાલ્ટ, સુયશ શર્મા, અનુકુલ રોય, આન્દ્રે રસેલ, વેંકટેશ ઐયર, હર્ષિત રાણા, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી, મિચેલ સ્ટાર્ક, મોહમ્મદ ગઝનફર, શેરફાન રુધફોર્ડ. , ગુસ એટિંકસન, મનીષ પાંડે, કેએસ ભરત, ચેતન સાકરિયા, અંગક્રિશ રઘુવંશી, રમનદીપ સિંહ, સાકિબ હુસૈન.