IPL 2025 પહેલા મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવશે. આ અંગે એક મહત્વની માહિતી સામે આવી છે. આ વખતે મેગા ઓક્શન નવેમ્બરના અંતિમ સપ્તાહ અથવા ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજવામાં આવી શકે છે. એક રિપોર્ટ અનુસાર, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ટૂંક સમયમાં આ અંગે અપડેટ આપી શકે છે. મેગા ઓકશન પહેલા ખેલાડીઓની રીલીઝ અને રિટેન લિસ્ટ પણ જાહેર કરવામાં આવશે. આ પહેલા BCCI નવા રિટેન્શન નિયમો પણ જારી કરશે.
મેગા ઓક્શનની તૈયારી કરી રહ્યું છે BCCI
અહેવાલો અનુસાર BCCI મેગા ઓક્શનની તૈયારી કરી રહ્યું છે. તેનું આયોજન નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં અથવા ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં કરી શકાય છે. નવા રીટેન્શન નિયમો આગામી થોડા દિવસોમાં જાહેર થઈ શકે છે. IPLની પ્રથમ મેગા ઓક્શન 2014માં થઈ હતી. જ્યારે બીજી મેગા ઓક્શન 2018માં થઈ હતી. છેલ્લા 10 વર્ષમાં IPLમાં માત્ર બે જ મેગા હરાજી થઈ હતી. પરંતુ હવે ફરી એકવાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
ક્યાં યોજાશે મેગા ઓક્શન?
મેગા ઓક્શન ક્યાં યોજાશે તે અંગે હજુ સુધી સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. તારીખો સંબંધિત સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. પરંતુ જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો કોલકાતા, બેંગ્લોર અથવા દિલ્હીમાં મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવી શકે છે. IPL 2024ની હરાજી દુબઈમાં યોજાઈ હતી. જ્યારે 2023 પહેલા દેશમાં જ હરાજીનું આયોજન કરવામાં આવ્યું છે.
ઘણા મોટા ખેલાડીઓની ટીમ બદલાશે
IPL મેગા ઓક્શન પહેલા રિટેન્શન નિયમો જાહેર કરવામાં આવશે. કઈ ટીમ કેટલા ખેલાડીઓને રિટેન કરી શકશે તેના પર નિર્ભર રહેશે. આવી સ્થિતિમાં ઘણા મોટા ખેલાડીઓની ટીમ બદલાશે. રોહિત શર્મા, રિષભ પંત, સૂર્યકુમાર યાદવ અને જસપ્રિત બુમરાહને લઈને ઘણી અફવાઓ સામે આવી છે. ગત સિઝનમાં મુંબઈએ રોહિતને સુકાની પદ પરથી હટાવી દીધો હતો. તેના સ્થાને હાર્દિક પંડ્યાને સુકાનીપદ સોંપવામાં આવ્યું હતું. રોહિતના ચાહકો પણ આને લઈને નારાજ હતા.