- રાજસ્થાન રોયલ્સની LSG સામે 20 રને જીત
- કેએલ રાહુલ અને પુરનની ફિફ્ટી એળે ગઈ
- સંજુ સેમસનની 82 રનની શાનદાર ઈનિંગ
IPL 2024ની ચોથી મેચમાં રાજસ્થાન રોયલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 20 રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 193 રન બનાવ્યા હતા. સંજુ સેમસને 82 રનની અણનમ ઇનિંગ રમી હતી. જવાબમાં લખનૌની ટીમ 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને માત્ર 173 રન જ બનાવી શકી હતી. કેએલ રાહુલ અને નિકોલસ પૂરનની ફિફટી એળે ગઈ હતી. રાહુલ 58 રન બનાવીને આઉટ થયો હતો જ્યારે પુરન 64 રન બનાવીને અણનમ રહ્યો હતો. લખનૌને અંતિમ છ બોલમાં જીતવા માટે 27 રનની જરૂર હતી, પરંતુ ટીમ માત્ર છ રન બનાવી શકી હતી. ત્યારબાદ નિકોલસ પુરન અને કૃણાલ પંડ્યા ક્રિઝ પર હતા. આવેશ ખાન બોલિંગ કરવા આવ્યો હતો, જે ગત સિઝનમાં જ લખનઉ તરફથી રમ્યો હતો. જોકે, તેણે પોતાની જૂની ટીમને માત્ર છ રન બનાવવા દીધા હતા.
લખનૌની ઇનિંગ શરૂ
19 ઓવર સમાપ્ત: 19 ઓવર પછી લખનૌનો સ્કોર 6 વિકેટે 167 રન છે. લખનૌને હવે જીતવા માટે 6 બોલમાં 27 રન બનાવવાના છે. પુરણ 62 અને પંડ્યા એક રન પર છે.
સ્ટોઇનિસ આઉટ: 18 ઓવર પછી લખનૌએ 6 વિકેટ ગુમાવીને 156 રન બનાવી લીધા છે. હાલમાં નિકોલસ પૂરન 53 રન બનાવીને ક્રીઝ પર છે અને કૃણાલ પંડ્યાએ એક રન બનાવ્યો છે. લખનૌને 12 બોલમાં 38 રનની જરૂર છે. માર્કસ સ્ટોઇનિસ ત્રણ રન બનાવીને આઉટ થયો હતો.
કેએલ રાહુલ આઉટ: રાજસ્થાન રોયલ્સને સંદિપ શર્માએ મોટી સફળતા અપાવી છે. કેપ્ટન કેએલ રાહુલને પેવેલિયનનો રસ્તો બતાવીને મજબૂત પાર્ટનરશિપને તોડી છે. રાહુલ 44 બોલમાં 4 ફોર અને 2 સિકસની મદદથી 58 રન બનાવીને આઉટ થયો હતો.
15 ઓવર સમાપ્ત: 15 ઓવર બાદ LSGનો સ્કોર 4 વિકેટના નુકસાને 134 રન છે. કેએલ રાહુલ અને નિકોલસ પુરન વચ્ચે મજબૂત પાર્ટનરશિપ LSGને મેચમાં વાપસી કરાવી છે. લખનૌને જીત માટે 30 બોલમાં 60 રનની જરૂર છે. રાહુલ 56 અને પુરન 37 રન બનાવીને ક્રિઝ પર છે.
રાહુલની કપ્તાની ઈનિંગ
લખનૌએ જલદી 4 વિકેટ ગુમાવ્યા બાદ એક છેડેથી કેપ્ટન રાહુલે ઈનિંગને સંભાળી હતી. ધીમી શરૂઆત બાદ તાબડતોડ બેટિંગ કરીને 35 બોલમાં 4 ફોર અને 2 સિકસની મદદથી 50 રન પૂર્ણ કર્યા છે. આ સાથે LSGએ મેચમાં પકડ બનાવી છે.
12 ઓવર સમાપ્ત: 12મી ઓવરમાં લખનૌ સુપરલ જાયન્ટસનો સ્કરો 100 રનને પાર થઈ ગયો છે. લખનૌએ 4 વિકેટ ગુમાવ્યા બાદ નિકોલસ પુરન અને કેએલ રાહુલે મજબૂત પાર્ટનરશિપ કરીને મેચમાં વાપસી કરાવી છે. લખનૌને જીતવા માટે 48 બોલમાં 91 રનની જરૂર છે.
9 ઓવર સામાપ્તL: 9 ઓવર બાદ LSGનો સ્કોર 4 વિકેટના નુકસાને 66 રન છે, હાલમાં એક છેડેથી કેપ્ટન કેએલ રાહુલે ઈનિંગને સંભાળી છે. નિકોલસ પુરન 2 અને કેએલ રાહુલ 24 રન બનાવીને ક્રિઝ પર છે.
દિપક હુડ્ડા આઉટ: લખનૌ સુપર જાયન્ટસ માટે આક્રમક બેટિંગ કરી રહેલા દિપક હુડ્ડાને યુઝવેન્દ્ર ચહલે પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. હુડ્ડા 13 બોલમાં 2 ફોર અને 2 સિકસની મદદથી 26 રન બનાવીને આઉટ થયો હતો.
6 ઓવર સમાપ્ત: 6 ઓવર પછી લખનૌ સુપર જાયન્ટ્સનો સ્કોર ત્રણ વિકેટે 47 રન છે. દીપક હુડ્ડા શાનદાર આકારમાં દેખાઈ રહ્યા છે. તે 8 બોલમાં 18 રન બનાવીને બેટિંગ કરી રહ્યો છે. તેના બેટમાંથી બે ચોગ્ગા અને એક છગ્ગો આવ્યો હતો. જ્યારે કેએલ રાહુલ 15 બોલમાં 15 રન બનાવીને રમી રહ્યો છે.
બદોની આઉટ: લખનૌ સુપરજાયન્ટ્સે પ્રથમ 4 ઓવરમાં 3 વિકેટ ગુમાવી દીધી છે અને તેનો સ્કોર 11 રન છે. ટ્રેન્ટ બોલ્ટને ત્રણમાંથી બે વિકેટ મળી હતી. તેણે ક્વિન્ટન ડી કોક (4) અને દેવદત્ત પડિકલ (0) રને પેવેલિયન મોકલ્યા હતા. આઇપીએલમાં ડેબ્યૂ કરી રહેલા નંદ્રે બર્ગરે આયુષ બદોનીને વિકેટકીપર બટલરના હાથે કેચ કરાવ્યો હતો. તે એક રન બનાવી શક્યો હતો.
પડિક્કલ આઉટ: લખનૌ સુપર જાયન્ટ્સને 10 રનના સ્કોર પર બીજો ઝટકો લાગ્યો હતો. ટ્રેન્ટ બોલ્ટે ઇનિંગની ત્રીજી ઓવરમાં દેવદત્ત પડિક્કલને બોલ્ડ કર્યો હતો. લખનૌ માટે ડેબ્યુ કરી રહેલા દેવદત્ત પડિક્કલનો દિવસ ખરાબ હતો. તે ખાતું ખોલાવ્યા વગર જ પવેલિયન પરત ફર્યો હતો.
ડી કોક આઉટ: લખનૌ સુપર જાયન્ટ્સને પહેલો ઝટકો પ્રથમ ઓવરના પાંચમા બોલ પર ક્વિન્ટન ડી કોકના રૂપમાં લાગ્યો હતો. ડી કોક 5 બોલમાં 1 ફોર ફટકારીને આઉટ થયો હતો. હવે દેવદત્ત પડિકલ બેટિંગ કરવા આવ્યા છે. પ્રથમ ઓવરના અંત બાદ લખનૌનો સ્કોર 4/1 રન થઈ ગયો છે. કેપ્ટન રાહુલ અને પડિક્કલ ખાતું ખોલાવ્યા વગર જ ક્રિઝ પર છે.
લખનૌ સુપર જાયન્ટ્સની બેટિંગ શરૂ થઈ ગઈ છે. કેપ્ટન કેએલ રાહુલ અને ક્વિન્ટન ડી કોક ક્રિઝ પર હાજર છે. જ્યારે ટ્રેન્ટ બોલ્ડ રાજસ્થાન માટે પ્રથમ ઓવર ફેંકી રહ્યો છે.
રાજસ્થાનની ઇનિંગ
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી રાજસ્થાનની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. જોસ બટલર 11 રન બનાવીને આઉટ થયો હતો અને યશસ્વી જયસ્વાલ 24 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી સેમસને રિયાન પરાગ સાથે મળીને ત્રીજી વિકેટ માટે 93 રનની ભાગીદારી કરી હતી. રાજસ્થાનને 142ના સ્કોર પર ત્રીજો ઝટકો લાગ્યો હતો. પરાગ અડધી સદી ચૂકી ગયો હતો અને 29 બોલમાં 43 રન બનાવીને આઉટ થયો હતો. પોતાની ઇનિંગ્સમાં તેણે એક ફોર અને ત્રણ સિક્સર ફટકારી હતી. શિમરોન હેટમાયર કંઈ ખાસ કરી શક્યો ન હતો અને પાંચ રન બનાવીને આઉટ થયો હતો. આ દરમિયાન સેમસને તેની IPL કરિયરની 21મી અડધી સદી 33 બોલમાં પૂરી કરી હતી. તેણે જુરેલ સાથે પાંચમી વિકેટ માટે 43 રનની ભાગીદારી કરી હતી. છેલ્લી 5 ઓવરમાં રાજસ્થાને 50 રન બનાવ્યા હતા અને એક વિકેટ ગુમાવી હતી. સેમસને 82 રનની ઈનિંગમાં 3 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. તે જ સમયે, જુરેલે 20 રનની ઈનિંગમાં એક ફોર અને એક સિક્સર ફટકારી હતી. લખનૌ તરફથી નવીન ઉલ હકે બે વિકેટ ઝડપી હતી. જ્યારે મોહસીન ખાન અને રવિ બિશ્નોઈને એક-એક વિકેટ મળી હતી.
18 ઓવર સમાપ્ત: રાજસ્થાન રોયલ્સે 18 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા છે. કેપ્ટન સંજુ સેમસન 72 રન અને જુરેલ 10 રન સાથે રમી રહ્યા છે.
હેટમાયર આઉટ: પોતાની વિસ્ફોટક બેટિંગ માટે પ્રખ્યાત શિમરોન હેટમાયર આજે બેટિંગ કરી શક્યો ન હતો. તે માત્ર 5 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. 17 ઓવર પછી રાજસ્થાનનો સ્કોર 4 વિકેટે 158 રન છે. સેમસન 62 અને ધ્રુવ જુરેલ ત્રણ બોલમાં 8 રન બનાવીને રમી રહ્યા છે.
રિયાન આઉટ: રાજસ્થાન રોયલ્સને ત્રીજો ઝટકો 15મી ઓવરમાં 142ના સ્કોર પર લાગ્યો હતો. નવીન ઉલ હકે રિયાન પરાગને કેચ આઉટ કરાવ્યો હતો. પરાગે 29 બોલમાં એક ફોર અને ત્રણ સિક્સરની મદદથી 43 રનની ઇનિંગ રમી હતી. તેણે કેપ્ટન સેમસન સાથે મળીને 59 બોલમાં 93 રનની ભાગીદારી કરી હતી. હાલમાં, હેટમાયર સેમસન સાથે ક્રિઝ પર છે. સેમસન અડધી સદી ફટકાર્યા બાદ બેટિંગ કરી રહ્યો છે.
સેમસનની અડધી સદી: રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને તેની IPL કરિયરની 21મી અડધી સદી ફટકારી હતી. તેણે 33 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ સિવાય તેણે અત્યાર સુધી રિયાન પરાગ સાથે ત્રીજી વિકેટ માટે 69 રનની ભાગીદારી કરી છે. 13 ઓવર પછી રાજસ્થાનનો સ્કોર બે વિકેટે 119 રન છે.
12 ઓવર સમાપ્ત: કૃણાલ પંડ્યાએ પોતાની ચાર ઓવરમાં કોઈ બાઉન્ડ્રી આપી ન હતી. તેની 4 ઓવર પૂરી થઈ ગઈ હતી. આ દરમિયાન પંડ્યાએ માત્ર 19 રન આપ્યા હતા. 12 ઓવર પછી રાજસ્થાનનો સ્કોર બે વિકેટે 110 રન છે. કેપ્ટન સંજુ સેમસન 44 રન અને રિયાન પરાગ 29 રન સાથે રમી રહ્યા છે.
9 ઓવર સમાપ્ત: યશ ઠાકુરે 9મી ઓવર નાખી. આ ઓવરમાં 3 સિક્સર સહિત કુલ 21 રન આવ્યા હતા. રિયાન પરાગે એક સિક્સર અને પછી સંજુ સેમસને બે સિક્સર ફટકારી હતી. 9 ઓવર પછી રાજસ્થાન રોયલ્સનો સ્કોર 2 વિકેટે 84 રન છે. સેમસન 33 રને અને પરાગ 15 રને રમી રહ્યા છે.
6 ઓવર સમાપ્ત: 6 ઓવર પછી રાજસ્થાન રોયલ્સનો સ્કોર બે વિકેટે 54 રન છે. સંજુ સેમસન 12 બોલમાં 16 રન બનાવીને રમી રહ્યો છે. તેની સાથે રિયાન પરાગ બે રન પર છે. કૃણાલ પંડ્યાએ છઠ્ઠી ઓવરમાં માત્ર 5 રન આપ્યા હતા.
જયસ્વાલ આઉટ: મોહસિન ખાન ઇનિંગની પાંચમી ઓવર નાખવા આવ્યો હતો. સંજુ સેમસને બેકવર્ડ પોઈન્ટની જમણી બાજુથી શોટ રમીને બાઉન્ડ્રી હાંસલ કરી હતી. ત્યારબાદ ત્રીજા બોલ પર સંજુએ શાનદાર સિક્સર ફટકારી હતી. સંજુ ડીપ બેકવર્ડ સ્ક્વેર તરફ ફ્લેટ સિક્સર ફટકારે છે. પાંચમા બોલ પર યશસ્વી જયસ્વાલે હાથ ખોલીને સિક્સર ફટકારી હતી. યશસ્વીએ ફાઇન લેગ પર સિક્સર ફટકારી. મોહસિને યશસ્વી જયસ્વાલને છેલ્લા બોલ પર કૃણાલ પંડ્યાના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. યશસ્વી જયસ્વાલે 12 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 24 રન બનાવ્યા હતા. આ ઓવરમાં 17 રન બનાવ્યા અને એક વિકેટ પડી. હાલમાં સંજુ સેમસન અને રિયાન પરાગ ક્રિઝ પર છે.
રાજેસ્થાને 3 ઓવર બાદ 1 વિકેટ ગુમાવીને 24 રન બનાવ્યા હતા. જોસ બટલર આઉટ થયા બાદ યશસ્વી જ્યસ્વાલે આક્રમક શૈલી અપનાવીને બેટિંગ કરી રહ્યો છે. હાલમાં રાજસ્થાન તરફથી જયસ્વાલ અને કેપ્ટન સંજુ સેમસન ક્રિઝ પર છે.
જોસ બટલર આઉટ: રાજસ્થાનના ધાકડ બેટ્સમેન જોસ બટલર હોમ ગ્રાઉન્ડ પર કઈ ખાસ કમાલ કરી શક્યો ન હતો. નવિન ઉલ હકે તેને 11 રનના વ્યક્તિગત સ્કોર પર પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.
સ્પાઈડર કેમેરાનો વાયર તૂટીને મેદાન પર પડ્યો હોવાથી મેચ અટકી છે. તેને સમેટવામાં થોડો સમય લાગી રહ્યો છે.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન તરફથી ધાકડ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ અને જોશ બટલર ક્રિઝ પર છે. લખનૌ તરફથી મોહસિન ખાનને પ્રથમ ઓવર માટે બોલ પકડાવવામાં આવ્યો છે.
હેડ ટૂ હેડ રેકોર્ડ
IPL 2022 પહેલા 2 નવી ફ્રેન્ચાઈઝી ઉમેરવામાં આવી હતી. જેમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં LSG અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે અત્યાર સુધી વધારે મેચો રમાઈ નથી. જો આપણે બંને ટીમો વચ્ચે હેડ ટૂ હેડ આંકડાઓ પર નજર કરીએ તો રાજસ્થાનનો હાથ ઉપર હોય તેમ જણાય છે. લખનઉ અને રાજસ્થાન અત્યાર સુધીમાં ત્રણ વખત સામસામે આવી ચૂક્યા છે. આ સમયગાળા દરમિયાન, રાજસ્થાન રોયલ્સે 2 મેચ જીતી છે અને લખનૌ સુપર જાયન્ટ્સે 1 મેચ જીતી છે.
હોમ ગ્રાઉન્ડ પર રાજસ્થાનનું પ્રદર્શન
રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ જયપુરના સવાઈ માન સિંહ સ્ટેડિયમમાં અત્યાર સુધી માત્ર એક જ વાર ટકરાયા છે. આ સમયગાળા દરમિયાન લખનૌ જીત્યું છે. લખનૌએ રાજસ્થાનને તેના હોમ ગ્રાઉન્ડ પર 10 રનથી હરાવ્યું હતું. IPL 2023ની 26મી મેચમાં લખનૌએ ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 154 રન બનાવ્યા હતા. કાયલ મેયર્સે ફિફ્ટી ફટકારી હતી. જવાબમાં રાજસ્થાન રોયલ્સ નિર્ધારિત ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 144 રન જ બનાવી શકી હતી.
પિચ રિપોર્ટ
વાસ્તવમાં, સવાઈ માનસિંહ સ્ટેડિયમની પીચ પર, બેટ્સમેનોને રન બનાવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડે છે. તે જ સમયે, આ મેદાન પર બોલરોને ફાયદો છે. જો આંકડાઓની વાત કરીએ તો આ મેદાન પર 52 IPL મેચ રમાઈ છે, જેમાં પહેલા બેટિંગ કરનાર ટીમે 18 મેચ જીતી હતી અને બાદમાં બેટિંગ કરનાર ટીમે 34 મેચ જીતી હતી. આ મેદાન પર સૌથી વધુ સ્કોર 217 રન અને સૌથી ઓછો સ્કોર 59 રન છે. આવી સ્થિતિમાં, ધીમી પિચને કારણે, ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લે છે, કારણ કે અહીં રનચેઝ સરળ છે.
બંને ટીમોની પ્લેઈંગ-11
RR: યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન(wk/c), રિયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, સંદીપ શર્મા, આવેશ ખાન, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ
ઇમ્પેક્ટ પ્લેયર: નાન્દ્રે બર્ગર, રોવમેન પોવેલ, તનુષ કોટીયમ, શુભમ દુબે, કુલદિપ સેન
LSG: કેએલ રાહુલ(c), ક્વિન્ટન ડી કોક(wk), દેવદત્ત પડિકલ, આયુષ બદોની, માર્કસ સ્ટોઈનીસ, નિકોલસ પૂરન, કૃણાલ પંડ્યા, રવિ બિશ્નોઈ, મોહસિન ખાન, નવીન-ઉલ-હક, યશ ઠાકુર
ઇમ્પેક્ટ પ્લેયર: દીપક હુડા, મયંક યાદવ, અમિત મિશ્રા, પ્રેરક માંકડ, કે ગૌતમ










