• પાકિસ્તાન કેપ્ટને રચ્યો ઇતિહાસ
  • T-20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ ફટકારી ફિફ્ટી
  • ફિફ્ટી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન
પાકિસ્તાન કેપ્ટન બાબર આઝમે પોતાની કરિયરમાં સફળતાના શિખરો સર કરી રહ્યા છે . તેઓ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. મંગળવારે તેમણે વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો. બાબર આઝમે આયરલેન્ડ વિરુદ્ધ ત્રીજી ટી 20 ઇન્ટરનેશનલમાં શાનદાર પ્રદર્શન કરીને 50 રન ફટકાર્યા છે. આ સાથે જ તેમણે ઇતિહાસ રચી દીધો છે.

સૌથી વધુ ફિફ્ટી ફટકારનાર બાબર આઝમ
બાબર આઝમ T-20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ 50+ રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. બાબરે 39 વખત સિદ્ધિ મેળવીને ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો છે. મહત્વનું છે કે વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં 38 વખત 50 પ્લસ સ્કોર બનાવ્યો છે. બાબર આઝમે ટી-20 ઈન્ટરનેશનલમાં પણ ત્રણ સદી ફટકારી છે. જ્યારે વિરાટ કોહલીના નામે એક સદી છે. બાબર આઝમની ટી-20 ઈન્ટરનેશનલ કરિયરની આ 36મી ફિફ્ટી હતી હવે તેના નામે 36 અડધી સદી અને 3 સદી છે.

રોહિત શર્મા ત્રીજા સ્થાને
ત્યારે આ શ્રેણીમાં રોહિત શર્માની વાત કરીએ તો T-20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ 50 પ્લસ રન બનાવવાના મામલે ભારતીય કેપ્ટન રોહિત શર્મા ત્રીજા સ્થાન પર છે. જ્યારે ચોથા સ્થાન પર પાકિસ્તાનનો મોહમ્મદ રિઝવાન છે, જેણે 29 વખત 50 પ્લસ સ્કોર કર્યો છે. ઓસ્ટ્રેલિયાનો બેટ્સમેન ડેવિડ વોર્નર 27 વખત 50 પ્લસ સ્કોર સાથે પાંચમા સ્થાને છે.

14મી ઓવરમાં 25 રન બનાવ્યા
બાબર આઝમે 14મી ઓવરમાં પોતાની ફિફ્ટી પૂરી કરીને તબાહી મચાવી હતી. તેણે શાનદાર બેટિંગ કરી અને બેન વ્હાઇટની ઓવરમાં 25 રન બનાવ્યા. બાબરે પ્રથમ ત્રણ બોલમાં વિસ્ફોટક રીતે સિક્સર ફટકારી હતી. આ પછી ચોથો બોલ ખાલી ગયો. ત્યાર બાદ ફરી એકવાર તેણે પાંચ બોલે સિક્સર ફટકારી જ્યારે છેલ્લા બોલ પર એક રન લીધો હતો.

75 રન બનાવીને આઉટ થયો બાબર
આ મેચમાં બાબર આઝમે 6 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા અને 46 બોલમાં 178.57ના સ્ટ્રાઈક રેટથી 75 રન બનાવ્યા હતા. 16મી ઓવરમાં ક્રેગ યંગે તેને કર્ટિસ કેમ્ફરના હાથે કેચ કરાવી પેવેલિયન મોકલી દીધો હતો. તમને જણાવી દઈએ કે આ પહેલા બાબર આઝમે આયર્લેન્ડ સામેની બીજી T20 ઈન્ટરનેશનલ મેચમાં શરમજનક પ્રદર્શન કર્યું હતું. તે ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો હતો. જ્યારે પ્રથમ T-20 મેચમાં તેણે 57 રન બનાવ્યા હતા.
  • Follow us on: