- સંજુ સેમસનના 42 બોલમાં 72 રન
- દીપક હુડાની 57 બોલમાં શાનદાર 104 રન
- માર્કની 3, જોશુઆ-ક્રેગની 2 વિકેટ
ભારત અને આયરલેન્ડ વચ્ચે બીજી મેચ ડબલિન ખાતે રમાઈ રહી છે, જેમાં ભારતીય ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. આયર્લેન્ડ (IRE) સામેની બીજી T20માં ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 227 રન બનાવ્યા હતા. ભારત તરફથી દીપકે 104 રનની શાનદાર ઇનિંગ રમી હતી જ્યારે સંજુ સેમસને 77 રન બનાવ્યા હતા. બંનેએ સાથે મળીને 176 રનની ભાગીદારી કરીને આયર્લેન્ડના બોલરોને તોડી પાડ્યા હતા. તમને જણાવી દઈએ કે સંજુ સેમસન અને દીપક હુડ્ડાએ સાથે મળીને વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. બંને વચ્ચેની 176 રનની ભાગીદારી T20 ઈન્ટરનેશનલમાં બીજી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ છે. સેમસન 42 બોલમાં 77 રન બનાવીને આઉટ થયો હતો જ્યારે દીપક 104 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
બંને ટીમની પ્લેયિંગ 11










