• 18 ઓગસ્ટથી ભારત-આયરલેન્ડની સીરિઝ શરુ થશે
  • બંને ટીમો વચ્ચે અત્યાર સુધી માત્ર 5 T20 મેચ રમાઈ છે
  • પહેલી T20 મેચ જૂન 2009માં રમાઈ હતી

શુક્રવારથી ભારત અને આયરલેન્ડ વચ્ચે T20 મેચ શરુ થવા જઈ રહી છે. તે પહેલા બંને ટીમો કેટલીવાર આમને-સામને આવી છે તેમજ કોનુ પલડું ભારે છે. ભારતે અત્યાર સુધી રમાયેલી તમામ પાંચ મેચોમાં આયર્લેન્ડને હરાવ્યું છે. ટીમ ઈન્ડિયા માટે દીપક હુડ્ડાએ આયરલેન્ડ સામે સૌથી વધુ રન બનાવ્યા છે.

2009માં પહેલી મેચ રમાઈ હતી

ભારત અને આયર્લેન્ડ વચ્ચે અત્યાર સુધી માત્ર 5 T20 મેચ રમાઈ છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ તમામ પાંચ મેચ જીતી છે. ભારત અને આયર્લેન્ડ વચ્ચે પહેલી T20 મેચ જૂન 2009માં રમાઈ હતી. ભારતે 8 વિકેટે જીત મેળવી હતી. આ પછી બીજી મેચ જૂન 2018માં રમાઈ હતી. ભારતે 76 રનથી જીત મેળવી હતી. ત્રીજી મેચ પણ જૂન 2018માં રમાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ 143 રનથી જીત મેળવી હતી. જૂન 2022માં ભારત અને આયર્લેન્ડ વચ્ચે બે મેચ પણ રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ એક મેચ 7 વિકેટે અને બીજી 4 રનથી જીતી હતી.

આયરલેન્ડ સામે આ ખેલડીઓ છે ટોપ પર

ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાયેલી પાંચ T20 મેચોમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ દીપક હુડાના નામે છે. તેણે 2 મેચમાં 151 રન બનાવ્યા છે. બીજા નંબર પર ભારતીય કેપ્ટન રોહિત શર્મા છે. રોહિતે 3 મેચમાં 149 રન બનાવ્યા છે. સુરેશ રૈનાએ 3 મેચમાં 79 રન બનાવ્યા છે. તે ત્રીજા નંબર પર છે. સંજુ સેમસન ચોથા નંબર પર છે. તેણે એક મેચમાં 77 રન બનાવ્યા છે. સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદી પર નજર કરીએ તો યુઝવેન્દ્ર ચહલ ટોપ પર છે. ચહલે 3 મેચમાં 7 વિકેટ લીધી છે. કુલદીપ યાદવે 2 મેચમાં 7 વિકેટ લીધી છે. ઝહીર ખાને 4 વિકેટ લીધી છે. જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા અને ભુવનેશ્વર કુમારે 2-2 વિકેટ લીધી છે.

ત્રણ મેચની T20 સીરિઝ ડબલિનમાં રમાશે

ઉલ્લેખનીય છે કે, ભારત અને આયર્લેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 સીરિઝ ડબલિનમાં રમાશે. જસપ્રીત બુમરાહની કપ્તાનીવાળી ભારતીય ટીમ 18 ઓગસ્ટે પહેલી મેચ રમશે. આ પછી બીજી મેચ 20 ઓગસ્ટે અને ત્રીજી મેચ 23 ઓગસ્ટે રમાશે. ભારતે આ સીરિઝ માટે ટીમમાં મોટાભાગના યુવા ખેલાડીઓને સ્થાન આપ્યું છે. રિંકુ સિંહ, તિલક વર્મા, યશસ્વી જયસ્વાલ, શાહબાઝ અહેમદ, શિવમ દુબે અને જીતેશ શર્મા જેવા ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓ ટીમનો ભાગ છે.

  • Follow us on: