- ભારતીય ખેલાડી ઈશાન કિશન ઘણા સમયથી ટીમની બહાર
- ઈશાન કિશન વિશ્વ કપ રમ્યા પછી થયો ગાયબ
- ઈશાન કિશનને આ વખતે પણ ટીમમાં ન મળી તક
ભારતીય વિકેટકીપર ઈશાન કિશન ધણા સમયથી ટીમમાંથી બહાર જોવા મળી રહ્યા છે. ઈશાન કિશનની આસપાસ કોઈ ષડયંત્રનું વાતાવરણ હોય તેમ લાગી રહ્યું છે. ભારતીય વિકેટકીપર ઈશાન કિશન વિશ્વ કપ રમ્યા પછી અચાનક ગાયબ થઈ ગયા છે. T20 ક્રિકેટના તમામ ફોર્મેટમા તેણે વિશેષ યોગદાન આપ્યું હતું.
ઈશાન કિશન છેલ્લા ઘણા સમયથી બહાર
ઈશાન કિશનને ભારતીય ટીમના દિગ્ગજ ખેલાડી તરીકે ઓળખવામા આવે છે. ઈશાન કિશન છેલ્લા ઘણા સમયથી બહાર છે. ઈશાન કિશન વિશે છેલ્લી માહિતી ત્યારે મળી જ્યારે તેણે પોતાના અંગત કારણોને લઇ સાઉથ આફ્રિકાના પ્રવાસ દરમિયાન ભારતીય ટીમને છોડવા માટે BCCI પાસે પરવાનગી માંગી હતી. પરિણામે તેને ટેસ્ટ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ આકાશ ચોપરાએ આ સમગ્ર મામલે ખુલીને વાત કરી છે.
ઈશાન કિશનને ટીમમાં તક ન મળી
આકાશ ચોપરાએ પોતાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ કહ્યું છે,કે ટીમમા વિકેટકીપર તરીકે જીતેશ શર્મા અને સંજુ સેમસનનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઈશાન કિશન કીપર તરીકે જઈ રહ્યો હતો, પરંતુ તેને આ વખતે ટીમમાં તક મળી નહી. ઈશાન કિશન ટીમમાં કેમ નથી, તે એક અલગ જ સ્ટોરી છે. તેણે આગળ વાત કરતા કહ્યું કે, 'ઈશાન કિશનનું પર્ફોર્મન્સ પણ થોડું નબળું છે.' મળતી માહિતી અનુસાર 17 ડિસેમ્બરના રોજ સાઉથ આફ્રિકામા ટીમ છોડવાની પરવાનગી લીઘા પછી પણ તેણે BCCI ને પોતાની હાજરીની જાણ કરી નથી. BCCI અથવા પસંદગીકારો હજી પણ તેણે ઈચ્છતા હોય તો તેઓ ઈશાન કિશનની રજા વિષે વાતચીત કરી શકે છે.
કિશને ઘરઆંગણે ફટકારી બે અડધી સદી
આ બધા કારણેને લીઘે ઉત્સુકતા વધી રહી છે. BCCI એ ઈશાન કિશનની પસંદગી ન થવાનું કારણ જણાવીને અટકળોને રોકવાનો કોઈ પ્રયાસ કર્યો નથી. કિશન સાચા અર્થમા ભારતમાં છે, પરંતુ તેના તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. ઈશાન કિશને નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે રમાયેલી છેલ્લી ત્રણ T20I માં બે અડધી સદી ફટકારી હતી. જોકે બીજી મેચમાં શૂન્ય પર આઉટ થયો હતો.