• મધ્યપ્રદેશને ચેમ્પિયન બનાવ્વામાં મહત્વની ભુમિકા
  • ફર્સ્ટ-ક્લાસ મેચમાં કુલ 263 વિકેટ ઝડપી
  • મધ્યપ્રદેશને પ્રથમ વખત રણજી ટ્રોફી જીતાડી

મધ્યપ્રદેશની ટીમને પ્રથમ વખત રણજી ટ્રોફી જીતાડનાર સ્ટાર ફાસ્ટ બોલર ઈશ્વર પાંડેએ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. ઈશ્વર પાંડેએ ખુદ સોશિયલ મીડિયા દ્વારા આ જાણકારી આપી છે. આ સાથે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને લઈને પણ કેટલાક મોટા નિવેદનો આપ્યા છે.

ભારતીય ટીમમાં બે વખત પસંદ કરવામાં આવ્યો

33 વર્ષીય ઈશ્વર પાંડેને ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ સીરીઝ માટે ભારતીય ટીમમાં બે વખત પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને ડેબ્યુ કરવાની તક મળી ન હતી. તેઓ હજુ પણ તેનો અફસોસ કરે છે. નિવૃત્તિ બાદ ઈશ્વરે મીડિયાને કહ્યું કે, જો ધોનીએ તેને તક આપી હોત તો આજે તેની કારકિર્દી અલગ હોત.

નિવૃત્તિની જાહેરાત કરનાર ઈશ્વર પાંડે રોડ સેફ્ટી સહિત અન્ય આંતરરાષ્ટ્રીય લીગમાં રમવાનું ચાલુ રાખશે. તેણે આ વર્ષે જૂનમાં રણજી ટ્રોફી રમી હતી, જેમાં મધ્યપ્રદેશની ટીમ ચેમ્પિયન બની હતી. મધ્યપ્રદેશની ટીમનું આ પ્રથમ રણજી ટાઈટલ હતું.

ઈશ્વર પાંડેએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી

ઈશ્વર પાંડેએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. આ સાથે તેણે નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ લાંબા પત્રમાં તેણે બીસીસીઆઈ અને મધ્યપ્રદેશ ક્રિકેટને આઈપીએલ ફ્રેન્ચાઈઝીનો પણ આભાર માન્યો હતો. એ પણ જણાવ્યું કે તેણે વિરાટ કોહલી, યુવરાજ સિંહ, ધોની, રવિન્દ્ર જાડેજા અને સુરેશ રૈના જેવા દિગ્ગજો સાથે ડ્રેસિંગ રૂમ શેર કરી એ વાતનો મને ખુબ ગર્વ છે.

IPLમાં કુલ 25 મેચ રમી જેમાં 18 વિકેટ ઝડપી 

ઈશ્વર પાંડેએ તેની કારકિર્દીમાં કુલ 75 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી, જેમાં તેણે 25.92ની સરેરાશથી 263 વિકેટ લીધી. તેણે પોતાની કારકિર્દીમાં કુલ 71 T20 મેચ રમી છે. જેમાં તેણે 68 વિકેટ ઝડપી છે. ઇશ્વર પાંડેએ IPLમાં કુલ 25 મેચ રમી જેમાં 18 વિકેટ ઝડપી હતી.


  • Follow us on: