- રિધમ સાંગવાન અને ઉજ્જવલની જોડીએ ભારતને ગોલ્ડ જીતાડયો
- રિધમનું આ સતત બીજો વર્લ્ડ કપ મિક્સ્ડ ગોલ્ડ મેડલ છે
- અનુરાધાએ આઠમા અને અંતિમ ક્વોલિફાઇંગ સ્થાનવડે ફાઇનલમાં પ્વેશ કર્યો હતો
રિધમ સાંગવાન અને ઉજ્જવલની જોડીએ શનિવારે અહીં 10 મીટર એર પિસ્ટલ મિક્સ્ડ ડબલ્સ સ્પર્ધાની ફાઇનલમાં એલમિરા કારાપેયન અને બેનિક ખલઘાટયાનની આર્મેનિયન જોડીને 17-7થી હરાવીને ભારતને આઇએસએસએફ વર્લ્ડ કપમાં પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. આ પહેલા અર્જુન બબુતા અને સોનમ ઉત્તમ મસ્કરની જોડીએ 10 મીટર એર રાઇફલ મિક્સ્ડ ટીમ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો. ભારતીય શૂટર્સે સ્પર્ધામાં હજુ સુધીમાં એક ગોલ્ડ અને બે સિલ્વર મેડલ જીત્યા છે. પદાર્પણ કરી રહેલી શૂટર અનુરાધા દેવીએ રિયો ઓલિમ્પિક ચેમ્પિયન અન્ના કોરાકાક્કીને હરાવતા મહિલાઓની 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં સિલ્વર જીતીને ભારતનું ખાતું ખોલ્યું હતું. રિધમનું આ સતત બીજો વર્લ્ડ કપ મિક્સ્ડ ગોલ્ડ મેડલ છે.
રિધમ અને ઉજ્જવલની જોડીએ 580 પોઇન્ટથી આર્મેનિયન જોડીથી પાછળ રહીને બીજા સ્થાન સાથે ફાઇનલમાં ક્વોલિફાય કર્યુ હતું. અર્જુન અને સોનમની જોડી ક્વોલિફિકેશનમાં ટોચ પર હતી પરંતુ ફાઇનલમાં તે બ્રિટિશ જોડી સામે પરાજિત થઇ હતી. અનુરાધાએ આઠમા અને અંતિમ ક્વોલિફાઇંગ સ્થાનવડે ફાઇનલમાં પ્વેશ કર્યો હતો. તેણે શુક્રવારે ફાઇનલમાં બીજુ સ્થાન મેળવ્યું હતું. અનુરાધાની આ સિદ્ધિએ ભારતને ઓલિમ્પિક વર્ષ પહેલા વર્લ્ડ કપમાં પહેલો મેડલ અપાવ્યો હતો.










