• ભારતના યુવા શૂટર દિવ્યાંશ સિંહ પંવારે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
  • દિવ્યાંશે કૈરોમાં ISSF વર્લ્ડ કપ 2024માં 10 મીટર એર પિસ્તોલમાં આ સિદ્ધિ મેળવી
  • ગોલ્ડ જીતવાની તક મળી અને તેના પ્રદર્શનથી ખુશ છે દિવ્યાંશ

ભારતના યુવા શૂટર દિવ્યાંશ સિંહ પંવારે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. દિવ્યાંશે કૈરોમાં ISSF વર્લ્ડકપ 2024માં 10 મીટર એર પિસ્તોલમાં આ સિદ્ધિ મેળવી હતી. વર્લ્ડકપ દરમિયાન દિવ્યાંશ સિંહ પંવારે 10 રાઈફલમાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

શેંગ લિહાઓનો રેકોર્ડ તોડ્યો

ચીનના શેંગ લિહાઓનો રેકોર્ડ તોડીને દિવ્યાંશે આ મોટી સિદ્ધિ પોતાના નામે નોંધાવવામાં સફળતા મેળવી. ભારતીય શૂટર દિવ્યાંશ સિંહ પંવારે પણ ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લીધો છે. દિવ્યાંશે શરૂઆતથી જ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ક્વોલિફાઈંગ રાઉન્ડમાં 632.4 સ્કોર કરીને ટોચ પર પોતાનું સ્થાન બનાવ્યું હતું. ટોચ પર હોવાના કારણે દિવ્યાંશ ફાઇનલમાં પ્રવેશ મેળવવામાં સફળ રહ્યો હતો.

ગોલ્ડ જીત્યા બાદ ખુશી વ્યક્ત કરી

24 માર્ક્સની ફાઇનલમાં તેણે એકવાર પણ 10થી ઓછો સ્કોર કર્યો ન હતો. ચોથ અને છઠનું નિશાન તેમનું સૌથી પરફેક્ટ હતું જે 10.9 હતું. દિવ્યાંશે પોતાની શાનદાર જીત બાદ ખુશી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે તે લાંબા સમયથી ગોલ્ડ મેડલ જીતવાની રાહ જોઈ રહ્યો હતો. અંતે તેને ગોલ્ડ જીતવાની તક મળી અને તે તેના પ્રદર્શનથી ખુશ છે.

જીતથી મનોબળ વધશે

દિવ્યાંશ સિંહ છેલ્લા કેટલાક સમયથી શૂટિંગમાં સતત મહેનત કરી રહ્યો હતો. પરંતુ તેમ છતાં તેને ધાર્યા મુજબના પરિણામો મળી રહ્યા ન હતા. તેનું આ પ્રદર્શન તેનું મનોબળ વધારશે. આ સિવાય ભારતીય શૂટિંગ ટીમે ISSF વર્લ્ડ કપ ફાઇનલમાં આર્મેનિયન જોડી એલ્મિરા કારાપેત્યાન અને બેનિક ખલઘાટ્યાનને 17-7થી હરાવ્યું હતું.

  • Follow us on: