- IPL 2023ના પ્રથમ ક્વોલિફાયરમાં ચેન્નાઈએ ગુજરાતને હરાવ્યું હતું
- આ મેચમાં જાડેજાને ‘મોસ્ટ વેલ્યુએબલ એસેટ ઓફ ધ મેચ' એવોર્ડ મળ્યો હતો
- ચેન્નાઈ સુપર કિંગ્સેની જીત બાદ જાડેજાએ એવોર્ડ સાથે એક ફોટો શેર કર્યો હતો
IPL 2023ના પ્રથમ ક્વોલિફાયરમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 14 રને હરાવ્યું હતું. ચેન્નાઈની જીતમાં બોલરોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ મેચમાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ખતરનાક બોલિંગ કરતા 2 વિકેટ ઝડપી હતી. તેણે 4 ઓવરમાં 18 રન આપ્યા હતા. જાડેજાના શાનદાર પ્રદર્શનના કારણે તેને 'મોસ્ટ વેલ્યુએબલ એસેટ ઓફ ધ મેચ' એવોર્ડ મળ્યો હતો. તેણે આ વિશે એક રસપ્રદ ટ્વીટ કર્યું, જેના પર ચાહકો વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
ગુજરાત સામેની જીત સાથે ચેન્નાઈએ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. CSKની જીત બાદ જાડેજાએ એવોર્ડ સાથે એક ફોટો શેર કર્યો હતો. તેના કેપ્શનમાં તેણે ફેન્સ વિશે એક રસપ્રદ વાત લખી છે. જાડેજાના આ ટ્વિટ બાદ સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. કેટલાક ચાહકો જાડેજાને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં જોડાવાની સલાહ આપી રહ્યા છે. જાડેજાના ટ્વીટ બાદ થોડા સમય માટે ટ્વિટર પર 'કમ ટુ આરસીબી' હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યું હતું.










