- મેકગર્કે 18 બોલમાં 65 રન બનાવ્યા
- જેક ફ્રેઝરે ઈનિંગમાં 5 ફોર અને 7 સિક્સ ફટકારી
- દિલ્હીએ ખેલાડીને 50 લાખ રૂપિયામાં ટીમમાં કર્યો છે સામેલ
દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની વચ્ચેની મેચમાં અનેક રેકોર્ડ બન્યા. આ મેચમાં દિલ્હીના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય લીધો હતો. આ પછી સનરાઈઝર્સના બેટ્સમેનોએ દિલ્હીની સામે 20 ઓવરમાં 266 રન બનાવી દીધા હતા. જો કે તેમનો નિર્ણય ખોટો સાબિત થયો. સનરાઈઝર્સના બેટ્સમેનોએ શાનદાર બેટિંગ કરી. આ પછી દિલ્હી કેપિટલ્સની ટીમ રનચેઝ કરવા માટે ઉતરી, તેમની પાસે ખોવવા માટે કંઈ ન હતું. તેઓએ જબરદસ્ત બેટિંગ કરવાનું શરૂ કર્યું અને 1 વિકેટ બાદ જેક ફ્રેઝર મેકગર્ક મેદાનમાં આવ્યા. તેઓએ મોટો રેકોર્ડ બનાવ્યો અને સામેની ટીમના બેટ્સમેન ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માને જબરદસ્ત માત આપી.
જેક ફ્રેઝર મેકગર્કે બનાવ્યો શાનદાર રેકોર્ડ
ટીમના મોટા સ્કોરની પાછળ ટ્રેવિડ હેડ અને શર્માનો રોલ ખાસ રહ્યો છે, બંનેએ પહેલી વિકેટ માટે ફક્ત 38 બોલમાં 131 રન કર્યા હતા. આ સમયે હેડે 16 બોલમાં ફિફ્ટી ફટકારી અને શર્માના રેકોર્ડની બરાબરી કરી દીધી. અભિષેક શર્માએ આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સની સામે રમાયેલી મેચમાં 16 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. આ આઈપીએલમાં સૌથી ઝડપી ફિફ્ટી છે. પણ જેક ફ્રેઝર મેકગર્કે સનરાઈઝર્સની સામે 15 બોલમાં ફિફ્ટી ફટકારી દીધી. અને આ આઈપીએલની સૌથી ફાસ્ટ ત્રીજી ફિફ્ટી બની.
જેક ફ્રેઝર મેકગર્કની શાનદાર ઈનિંગ
આ ખેલાડીએ સનરાઈઝર્સની સામે 18 બોલમાં 65 રન બનાવ્યા અને તેનો સ્ટ્રાઈક રેટ 361.11 નો રહ્યો. જેક ફ્રેઝર મેકગર્કે તેની ઈનિંગમાં 5 ફોર અને 7 સિક્સ લગાવી. ફ્રેઝરની ઉંમર 22 વર્ષની છે. તેઓએ લખનૌ સામે આઈપીએલ ડેબ્યુ મેચમાં 35 બોલમાં 55 રન બનાવ્યા હતા. જેક ફ્રેઝર મેકગર્ક આઈપીએલના ઓક્શનમાં અનસોલ્ડ ખેલાડી રહ્યા હતા. તેઓએ દિલ્હી કેપિટલ્સની સામે ટીમે પોતાની સ્ક્વોડમાં લુંગી એનગિડીના રિપ્લેસમેન્ટમાં લીધા. દિલ્હીએ 50 લાખ રૂપિયામાં ખેલાડીને ટીમનો ભાગ બનાવ્યો છે.