- શુક્રવારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝની બીજી મેચ શરૂ થઈ હતી
- ઇંગ્લેન્ડનો હેરી ઇલિયટ (42 વર્ષ 100 દિવસ)ની વયે ભારતમાં ક્રિકેટ રમ્યા હતા
- એન્ડરસને મે 2002-03માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું
શુક્રવારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝની બીજી મેચ શરૂ થઈ હતી. ઇંગ્લેન્ડે મેચ માટે પોતાની પ્લેઇંગ ઇલેવનમાં બે પરિવર્તન કર્યા હતા. મહેમાન ટીમે પેસર માર્ક વૂડ અને સ્પિનર જેક લીઝના સ્થાને ટીમમાં દિગ્ગજ સ્પીડ સ્ટાર જેમ્સ એન્ડરસન અને શોએબ બશીરને તક આપી છે. 20 વર્ષીય સ્પિનર બશીરનું આ ટેસ્ટ ડેબ્યૂ હતું. રસપ્રદ વાત એ છે કે જેમ્સ એન્ડરસન તે સમયથી ક્રિકેટ રમી રહ્યો છે જ્યારે બશીરનો જન્મ પણ નહોતો થયો. એન્ડરસને વિશાખાપટ્ટનમના મેદાનમાં ઉતરતા જ રેકોર્ડ્સ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. વાસ્તવમાં એન્ડરસન ભારતમાં ટેસ્ટ રમનાર પાંચમો સૌથી ઉંમરલાયક ક્રિકેટર બની ગયો છે. તે હાલ 41 વર્ષ 187 દિવસનો છે. ભારતમાં સૌથી લાંબી ફોર્મેટની મેચ રમનાર પ્લેયર જૉન ટ્રેકોસ છે. તેણે 1993માં 45 વર્ષ 300 દિવસની વયે આ રેકોર્ડ નોંધાવ્યો હતો. તે દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વતી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂક્યા છે. તે બાદ લિસ્ટમાં પાકિસ્તાની ખેલાડી અમિર ઇલાહી (44 વર્ષ 102 દિવસ) છે. ઇંગ્લેન્ડનો હેરી ઇલિયટ (42 વર્ષ 100 દિવસ) અને ભારતના વીનુ માંકડ (41 વર્ષ 300 દિવસ)ની વયે ભારતમાં ક્રિકેટ રમ્યા હતા.એન્ડરસન પહેલા ટેસ્ટમાં સૌથી વધારે વયે ઝડપી બોલિંગ કરનાર ખેલાડી ઇંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ ગ્રેહામ ગૂચ હતા. તેણે 29 વર્ષ પહેલાં આમ કર્યું હતું. ગૂચે 1995માં ઓસ્ટ્રેલિયા સામે પર્થ ટેસ્ટની પહેલી ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. ગૂચની વય તે વખતે 41 વર્ષ 195 દિવસ હતી. એન્ડરસને મે 2002-03માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું.










