- T20 વર્લ્ડકપ 2024 2 જૂનથી શરૂ થશે
- ટુર્નામેન્ટમાં 20 ટીમો ટાઈટલ માટે ટકરાશે
- ટૂર્નામેન્ટ યુએસ અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે
T20 વર્લ્ડકપ 2024 2 જૂનથી શરૂ થશે. ટુર્નામેન્ટમાં 20 ટીમો ટાઈટલ માટે ટકરાશે. આ વખતે વર્લ્ડકપની યજમાની અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહી છે. ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જેસન હોલ્ડર ઈજાના કારણે T20 વર્લ્ડકપ 2024માંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને ઓબેદ મેકકોયને વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી.
CWIએ માહિતી આપી
ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ (CWI) એ તેની રિલીઝમાં જણાવ્યું હતું કે, આજે આગામી T20 વર્લ્ડ કપ 2024 માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમે મહત્વપૂર્ણ અપડેટ્સની જાહેરાત કરી છે. જેસન હોલ્ડર ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે અને તેના સ્થાને ડાબોડી ફાસ્ટ બોલર ઓબેદ મેકકોયને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. CWIને વિશ્વાસ છે કે મેકકોયનો ઉમેરો ટીમને મજબૂત બનાવશે. કાઉન્ટી ચેમ્પિયનશિપ 2024 દરમિયાન હોલ્ડરને ઈજા થઈ હતી. તે મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે.
T20 વર્લ્ડ કપ 2024 માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમ
રોવમેન પોવેલ (કેપ્ટન), અલ્ઝારી જોસેફ (વાઈસ-કેપ્ટન), જોનસન ચાર્લ્સ, રોસ્ટન ચેઝ, શિમરોન હેટમાયર, શાઈ હોપ, અકેલ હોસિન, શમર જોસેફ, બ્રાન્ડોન કિંગ, ઓબેદ મેકકોય, ગુડાકેશ મોતી, નિકોલસ પૂરન, આન્દ્રે રસેલ, શેરફેન રૂથરફોર્ડ, રોમારિયો શેફર્ડ.
રિઝર્વ ખેલાડીઓની જાહેરાત
15 સભ્યોની ટીમ સિવાય આજે વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે 5 રિઝર્વ ખેલાડીઓને નોમિનેટ કર્યા છે. જો જરૂર પડશે તો આ ખેલાડીઓને મુખ્ય ટીમમાં સામેલ કરવામાં આવશે. આ ખેલાડીઓમાં કાયલ મેયર્સ, મેથ્યુ ફોર્ડે, ફેબિયન એલન, હેડન વોલ્શ અને આન્દ્રે ફ્લેચરનો સમાવેશ થાય છે.