• આગામી T20 વર્લ્ડ કપ સુધી રાહુલ દ્રવિડ રહેશે ભારતના કોચ 
  • ગત વર્ષે ODI વર્લ્ડ કપ બાદ પૂર્ણ થઈ રહ્યો હતો દ્રવિડનો કોન્ટ્રાક્ટ
  • ફાઇનલ નિર્ણય લેતા પહેલા રાહુલ દ્રવિડ સાથે કરાશે ચર્ચા 

BCCIના સચિવ જય શાહે પુષ્ટિ કરી હતી કે આ વર્ષે જૂનમાં આગામી T20 વર્લ્ડ કપ સુધી રાહુલ દ્રવિડ ભારતના મુખ્ય કોચ તરીકે ચાલુ રહેશે. ગયા વર્ષે ODI વર્લ્ડ કપ ફાઇનલ બાદ દ્રવિડનો કરાર સમાપ્ત થયો હતો, પરંતુ કોઈ નિશ્ચિત કાર્યકાળ વિના તેને ડિસેમ્બર-જાન્યુઆરી દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે અન્ય સપોર્ટ સ્ટાફ સાથે તેમની ભૂમિકા ચાલુ રાખવા માટે કહેવામાં આવ્યું હતું.

જય શાહે દ્રવિડને લઈને કહી આ વાત

જોકે, હવે જય શાહે કહ્યું છે કે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં થનાર ICC ટુર્નામેન્ટ સુધી પૂર્વ કપ્તાન રાહુલ દ્રવિડની સેવાઓ યથાવત રાખવાનો નિર્ણય કરતાં પહેલા તેમણે દ્રવિડ સાથે પ્રાથમિક ચર્ચા કરી હતી. શાહે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના નામકરણ કાર્યક્રમમાં કહ્યું કે 2023 વર્લ્ડ કપ બાદ, રાહુલ દ્રવિડને તુરંત દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે રવાના થવું પડશે. અમે વચ્ચે ન મળી શક્યા તે હવે સંભવ થયું.

દ્રવિડને લઈને ચિંતા કરવાની જરૂર નથી

જય શાહે કહ્યું કે, 'તમે રાહુલ દ્રવિડ જેવા વરિષ્ઠ વ્યક્તિના કોન્ટ્રાક્ટને લઈને કેમ ચિંતિત છો? રાહુલ દ્રવિડ T20 વર્લ્ડ કપમાં કોચ તરીકે ચાલુ રહેશે. જો કે, શાહે સંકેત આપ્યો હતો કે તેઓ મહત્વપૂર્ણ કાર્યક્રમ પહેલા કેટલાંક તબક્કાની ચર્ચાઓ કરશે. તેમણે વધુમાં જણાવ્યું કે, 'જ્યારે પણ સમય મળશે, હું તેમની સાથે વાત કરીશ, અત્યારે બેક ટુ બેક સિરીઝ ચાલી રહી છે. તેઓ દક્ષિણ આફ્રિકામાં હતા, બાદમાં અફઘાનિસ્તાન સામે ઘર આંગણે સીરિઝ અને હવે ઈંગ્લેન્ડ સામે સીરિઝ ચાલી રહી છે. એવામાં, આપણને વધારે વાત કરવાનો સમય નથી મળતો.

IPL ફ્રેન્ચાઇઝીઓને કડક સૂચના

જય શાહે કહ્યું કે IPL ફ્રેન્ચાઈઝીઓએ કેન્દ્રીય કરાર ધરાવતા ખેલાડીઓ માટે BCCI દ્વારા નિર્ધારિત વર્કલોડ મેનેજમેન્ટ માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે. તેમણે કહ્યું, 'આ BCCIનો આદેશ છે. BCCI સર્વોચ્ચ સંસ્થા છે અને તે જે પણ નિર્ણય લેશે, ફ્રેન્ચાઇઝીઓએ તેનું પાલન કરવું પડશે, અમે ફ્રેન્ચાઇઝીઓથી ઉપર છીએ.

રોહિત શર્મા જ રહેશે T20 કેપ્ટન

આ જ કાર્યક્રમમાં જય શાહે જાહેરાત કરી હતી કે ભારત આ વર્ષે જૂન મહિનામાં અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનાર T20 વર્લ્ડ કપમાં રોહિત શર્માની કપ્તાનીમાં રમશે. શાહે સુનીલ ગાવસ્કર, અનિલ કુંબલે, IPLના અધ્યક્ષ અરુણ સિંહ ધૂમલની હાજરીમાં આ સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ચીફ સિલેક્ટર્સ અજીત અગરકર, કોચ રાહુલ દ્રવિડ, ખુદ રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ પણ હાજર હતા.


  • Follow us on: