• યુએસએ પ્રથમ મેચમાં કેનેડાને 7 વિકેટે હરાવ્યું
  • T20 વર્લ્ડકપમાં અમેરિકાની પ્રથમ જીત
  • જેરેમી ગોર્ડનના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ

યુએસ ટીમે T20 વર્લ્ડકપ 2024ની પ્રથમ મેચમાં કેનેડાને 7 વિકેટે હરાવ્યું છે. આ મેચમાં અમેરિકા માટે એન્ડ્રીસ ગૌસ અને એરોન જોન્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ બે ખેલાડીઓના કારણે જ અમેરિકન ટીમ મેચ જીતવામાં સફળ રહી છે. T20 વર્લ્ડકપના ઈતિહાસમાં યુએસ ટીમની આ પ્રથમ જીત છે. પરંતુ આ મેચમાં કેનેડાના એક ફાસ્ટ બોલરે ખૂબ જ શરમજનક રેકોર્ડ બનાવ્યો છે.

આ ખેલાડીએ ખરાબ રેકોર્ડ બનાવ્યો હતો

કેનેડિયન ફાસ્ટ બોલર જેરેમી ગોર્ડને અમેરિકા સામે ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું અને તે ઘણો મોંઘું સાબિત થયો હતો. તેણે પોતાની ત્રણ ઓવરમાં 44 રન આપ્યા અને એક પણ વિકેટ ન લઈ શક્યો. જ્યારે અમેરિકન ટીમ બેટિંગ કરી રહી હતી ત્યારે કેનેડા માટે જેરેમી ગોર્ડને ઇનિંગ્સની 14મી ઓવર ફેંકી હતી. આ ઓવરમાં તેણે કુલ 11 બોલ ફેંક્યા અને 33 રન આપ્યા. આ સાથે જ જેરેમી ગોર્ડન T20 વર્લ્ડકપની એક ઓવરમાં સૌથી વધુ રન આપનાર બીજો બોલર બની ગયો છે. ઇંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડે T20 વર્લ્ડકપ 2007માં ભારત સામે એક ઓવરમાં 36 રન આપ્યા હતા.

T20 વર્લ્ડકપમાં એક ઓવરમાં સૌથી વધુ રન આપનાર ખેલાડી

  • 36 સ્ટુઅર્ટ બ્રોડ, 2007
  • 33 જેરેમી ગોર્ડન 2024*
  • 32 ઇઝાતુલ્લા દૌલતઝાઈ
  • 30 બિલાવલ ભટ્ટી, 2014

અમેરિકાએ મેચ જીતી લીધી હતી

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કેનેડાની ટીમે અમેરિકન ટીમને 195 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં અમેરિકાએ એરોન જોન્સ અને એન્ડ્રેસ ગૌસની ઇનિંગની મદદથી આ ટાર્ગેટ હાંસલ કર્યો હતો. એરોને 40 બોલમાં 94 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે ચાર ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે એન્ડ્રીસ ગૌસે 46 બોલમાં 65 રન બનાવ્યા હતા. આ બે ખેલાડીઓના કારણે જ અમેરિકન ટીમ મેચ જીતવામાં સફળ રહી હતી. કેનેડાના બોલરો સારું રમી શક્યા ન હતા. કેનેડાના બોલરો એન્ડ્રીસ અને એરોન સામે ટકી શક્યા ન હતા.

  • Follow us on: