- કેન વિલિયમસન IPL 2023 દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો
- ટૂર્નામેન્ટની પહેલી મેચમાં બાઉન્ડ્રી પર ફીલ્ડિંગ કરતી વખતે થયો ઈજાગ્રસ્ત
- વર્લ્ડ કપમાં હજુ છ-સાત મહિના બાકી છે, ત્યાં સુધીમાં વિલિયમસન ઠીક થઈ શકે
ન્યૂઝીલેન્ડનો પૂર્વ કેપ્ટન અને અનુભવી ખેલાડી કેન વિલિયમસન આગામી વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. કેન વિલિયમસન IPL 2023 દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો અને જ્યારે તેણે તેનું સ્કેન કરાવ્યું ત્યારે જાણવા મળ્યું કે તેની ઈજા ઘણી ઊંડી છે અને તે વર્લ્ડ કપમાં રમી શકશે નહીં. કેન વિલિયમસન IPL 2023માં ગુજરાત ટાઇટન્સ ટીમનો ભાગ હતો પરંતુ ટૂર્નામેન્ટની પહેલી મેચ દરમિયાન બાઉન્ડ્રી પર ફીલ્ડિંગ કરતી વખતે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. કેન વિલિયમસન હવામાં કૂદીને કેચ પકડવાનો પ્રયાસ કરવા ગયો, પરંતુ તેમાં તે બાઉન્ડ્રી લાઇનની બહાર જતો રહ્યો અને જ્યારે તે જમીન પર પડ્યો ત્યારે તેનો પગ વળી ગયો. આ પછી તેણે બે લોકોની મદદથી મેદાનની બહાર જવું પડ્યું. જે બાદ તે ક્રેચના સહારે ચાલતો જોવા મળ્યો હતો.

કેન વિલિયમસનને તેની સર્જરી કરાવવી પડશે
વિલિયમસન મંગળવારે તેના ઈજાગ્રસ્ત ઘૂંટણની સારવાર કરાવવા ઓકલેન્ડ પહોંચ્યો હતો. સ્કેન કર્યા બાદ જાણવા મળ્યું કે તેના જમણા ઘૂંટણમાં ખૂબ જ ગંભીર ઈજા થઈ છે અને તેના માટે તેને સર્જરી કરાવવી પડશે. આ કારણે તે આગામી વર્લ્ડ કપમાં રમી શકશે નહીં. કેન વિલિયમસને પોતાની ઈજાને લઈને મોટી પ્રતિક્રિયા આપી છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં તેણે કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોમાં મને જે સમર્થન મળ્યું છે તે અદ્ભુત છે અને હું તેના માટે ગુજરાત ટાઇટન્સ અને ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બંનેનો આભાર માનું છું. આ પ્રકારની ઈજા થવી ખૂબ જ નિરાશાજનક છે પરંતુ મારું ધ્યાન હવે સર્જરી અને રિહેબ પર છે.

વિલિયમસન પાછો આવશેઃ ગેરી સ્ટીડ
જ્યારે ન્યૂઝીલેન્ડ ટીમના મુખ્ય કોચ ગેરી સ્ટીડે અત્યાર સુધી વિલિયમસનને વર્લ્ડ કપમાંથી બહાર કરવાનો સંપૂર્ણ ઇન્કાર કર્યો છે. તેણે કહ્યું છે કે વર્લ્ડ કપમાં હજુ છ-સાત મહિના બાકી છે અને ત્યાં સુધીમાં વિલિયમસન ઠીક થઈ શકે છે.
કેન વિલિયમસનની ઈજા પર ટ્વિટર પર પ્રતિક્રિયા