• સ્મિથ અને તેંડુલકરનો રેકોર્ડ તોડયો, યુનુસ ખાનની બરોબરી કરી

  • વિલિયમ્સન આ સાથે ફાસ્ટેસ્ટ 32 સદી નોંધાવનાર બેટ્સમેન પણ બની ગયો છે
  • શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં 33 વર્ષીય વિલિયમ્સને બંને દાવમાં 118 તથા 109 રનની ઇનિંગ રમી હતી

ન્યૂઝીલેન્ડનો અનુભવી બેટ્સમેન કેન વિલિયમ્સને સાઉથ આફરીકા સામેની બીજી ટેસ્ટમાં કારકિર્દીની 32મી સદી નોંધાવી હતી. આ સાથે તેણે સ્ટિવ સ્મિથ, સુનીલ ગાવસ્કર, રિકી પોન્ટિંગ અને રામનરેશ સરવન જેવા દિગ્ગજોને પાછળ રાખી દીધા હતા. વિશ્વના પ્રથમ ક્રમાંકિત ટેસ્ટ બેટ્સમેને પોતાની છેલ્લી સાત ટેસ્ટમાં સાત સદી ફટકારી છે અને આ સદીઓમાં તેનો હાઇએસ્ટ સ્કોર શ્રીલંકા સામે 215 રનનો રહ્યો હતો. માઉન્ટ મોયુંગાનૂઇ ખાતે શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં 33 વર્ષીય વિલિયમ્સને બંને દાવમાં 118 તથા 109 રનની ઇનિંગ રમી હતી.

વિલિયમ્સન આ સાથે ફાસ્ટેસ્ટ 32 સદી નોંધાવનાર બેટ્સમેન પણ બની ગયો છે. તેણે ઓસ્ટ્રેલિયાના સ્ટિવ સ્મિથને (174) પાછળ રાખીને પોતાની 172મી ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. તેણે સચિન તેંડુલકર (179 ઇનિંગ)ને પણ પાછળ રાખી દીધો છે.

ટેસ્ટ મેચના ચોથા દાવમાં સર્વાધિક સદી નોંધાવવાના મામલે વિલિયમ્સને પાકિસ્તાનના યુનુસ ખાનને (પાંચ) પાછળ રાખી દીધો છે. કિવિ બેટ્સમેને સાઉથ આફરીકા સામે છઠ્ઠી સદી નોંધાવી છે અને બંને દેશના ટેસ્ટ ઇતિહાસમાં સર્વાધિક સદી નોંધાવવાના મામલે જેક્સ કાલિસની બરોબરી કરી લીધી છે.


  • Follow us on: