- T20 વર્લ્ડ કપને લઇને કપિલ દેવનું નિવેદન
- ભારતના સેમી ફાઇનલમાં પહોંચવાને લઇને કહી આવી વાત
- માત્ર 30 ટકા તક છે કે ભારત ટોપ-4માં સ્થાન મેળવે
ભારતીય ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ જીતવાના ઈરાદા સાથે 15 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયા પહોંચી છે. ટુર્નામેન્ટ શરૂ થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે છે. ગયા વર્ષે, ટીમ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામે પ્રારંભિક બે મેચ હારી ગયા બાદ સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી હતી. આ વખતે 1983નો વર્લ્ડ કપ જીતનાર કપિલ દેવે ટીમના પ્રદર્શન પર પોતાનો અભિપ્રાય આપ્યો છે.
સેમી ફાઇનલમાં પહોંચવાની કેટલી શક્યતાઓ છે?
કપિલ દેવે ટી20 વર્લ્ડ કપમાં ભારતના પ્રદર્શન વિશે વાત કરી છે. લખનૌમાં એક ઈવેન્ટમાં બોલતા તેમણે કહ્યું, “T20 ક્રિકેટમાં એક મેચ જીત્યા બાદ ટીમ આગામી મેચ હારી શકે છે. ભારતની વર્લ્ડ કપ જીતવાની તકો વિશે વાત કરવી ખૂબ જ મુશ્કેલ છે. વાત એ છે કે ટીમ લાસ્ટ-4માં જગ્યા બનાવી શકશે કે કેમ. મને અત્યારે ચિંતા છે કે ટીમ લાસ્ટ-4માં પહોંચશે કે નહીં. તો જ કંઈક કહી શકાય. મારા માટે માત્ર 30 ટકા તક છે કે ભારત ટોપ-4માં સ્થાન મેળવે.
ગ્રુપ ઓફ ડેથ થઇ શકે છે ભારતનું ગ્રુપ
ભારતીય ટીમ સુપર-12ના ગ્રુપ-1માં છે. આ ગ્રુપમાં ભારતીય ટીમ ઉપરાંત પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ છે. આ સિવાય શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ પણ આ ગ્રુપમાં આવી શકે છે. તેથી જ તે ગ્રુપ ઓફ ડેથ હોઈ શકે છે. સુપર-12માં ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. એક ગ્રુપમાં 6 ટીમો છે. આ સાથે માત્ર બે ટીમોને જ સેમીફાઈનલમાં સ્થાન મળશે.
ભારત મજબૂત બેટિંગ કરી રહ્યું છે
તેમ છતાં કપિલ દેવનું માનવું છે કે ભારતની સેમીફાઈનલમાં પહોંચવાની શક્યતા માત્ર 30 ટકા છે. પરંતુ તે કહે છે કે ટીમની બેટિંગ ઘણી મજબૂત છે. તેમણે કહ્યું- ટીમમાં સૂર્યકુમાર યાદવની સાથે વિરાટ કોહલી, રોહિત શર્મા અને કેએલ રાહુલ જેવા ખેલાડીઓ રાખવાથી બેટિંગ આપોઆપ મજબૂત બને છે.