• ભારતીય ટીમનું વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન
  • કપિલ દેવે રોહિત શર્માને આપી સાત્વના
  • તમે ચેમ્પિયનની જેમ રમ્યા છો : કપિલ દેવ

વર્લ્ડકપ 2023ની ટ્રોફી ચૂકી ગયા બાદ પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને એક સંદેશ મોકલ્યો છે. આ મેસેજમાં તેણે રોહિત શર્માને પોતાનું મનોબળ જાળવી રાખવાની સલાહ આપી છે. તેણે એમ પણ કહ્યું છે કે ટીમ ઈન્ડિયાએ વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, તેથી ખેલાડીઓએ પોતાનું માથું ગર્વથી ઉંચુ રાખવું જોઈએ.

વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઇન્ડિયાની હારના બીજા દિવસે કપિલ દેવે પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં લખ્યું, 'તમે ચેમ્પિયનની જેમ રમ્યા છો. તમારું માથું ઊંચું રાખીને ચાલો. તમારા મગજમાં એક જ ધ્યેય ટ્રોફી જીતવાનું હતું. પરંતુ કમનસીબે જીતી શક્યા નથી. તેમ છતાં તમે વિજેતા તરીકે ઉભરી આવ્યા છો. ભારતને તમારા પર ગર્વ છે.

'રોહિત હિંમત રાખ'

કપિલ દેવે આગળ લખ્યું, 'રોહિત, તું જે કરે છે તેમાં નિષ્ણાત છે. ઘણી બધી સફળતા તમારી રાહ જોઈ રહી છે. હું જાણું છું કે આ ક્ષણે તે સરળ નથી પરંતુ તમે હિંમત રાખો. ભારત તમારી સાથે છે. કપિલ દેવે રોહિતની રડતી તસવીરો સાથે આ સ્ટોરી શેર કરી છે.

ટ્રોફી ગુમાવ્યા બાદ રોહિત આસુ રોકી ન શક્યો

વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં હાર બાદ રોહિત શર્મા આંસુ રોકી શક્યો નથી. મેદાન છોડતી વખતે અચાનક તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. આ પછી તે ચૂપચાપ ડ્રેસિંગ રૂમ તરફ ગયો. રોહિતની આ રડતી તસવીરોએ કરોડો ભારતીય ક્રિકેટ ચાહકોને વધુ દુઃખી કરી દીધા હતા.


  • Follow us on: