• કરુણની ટ્વિટથી ઘણાં ફેન્સ ભાવુક બન્યા છે.

  • નાયરે ઇંગ્લેન્ડ સામે અણનમ 303 રન ફટકાર્યા હતા
  • નાયરે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની 85 મેચમાં 48.94ની સરેરાશથી 5922 રન બનાવ્યા છે

બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ ટીમમાં ઇજાગ્રસ્ત શમીને સ્થાને જયદેવ ઉનડકટને સામેલ કરાવા પર ઘણાં ખેલાડીઓને ટીમમાં વાપસીની પ્રેરણા મળી છે. ભારત માટે ત્રેવડી સદી ફટકારનાર કરુણ નાયર પણ તેમાંના એક છે. ટેસ્ટ ક્રિકેટમાં ટ્રિપલ સેન્ચુરી ફટકારનારા આ બેટ્સમેનને હવે કર્ણાટકની રણજી ટીમમાંથી પણ બહાર કઢાયો છે.

નાયરે એક ભાવુક ટ્વિટ કરીને કહ્યું છે કે, ડિયર ક્રિકેટ પ્લીઝ મને એક વધુ તક આપી દો. કરુણની આ ટ્વિટથી ઘણાં ફેન્સ ભાવુક બન્યા છે. સોશિયલ મીડિયા પર નાયર વિશે વાતો થવા લાગી છે. નાયરે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની 85 મેચમાં 48.94ની સરેરાશથી 5922 રન બનાવ્યા છે. જેમાં 15 સદી અને 27 અર્ધસદી સામેલ છે.

નાયરનું નામ ઘરેલુ ક્રિકેટમાં ખૂબ ચમકયું હતું. તે કારણે તેને ભારતીય ટીમમાં સામેલ કરાયો હતો. તેણે ડિસેમ્બર 2016માં ચેન્નાઇમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ અણનમ 303 રનની ઇનિંગ રમી હતી. તે સેહવાગ બાદ ટેસ્ટમાં ત્રીજી સદી ફટકારનાર બીજો ભારતીય બેટ્સમેન બન્યો હતો. તે અચાનક જ સ્ટાર બની ગયો હતો પરંતું તેને લાંબા સમય સુધી તક નહોતી મળી.


  • Follow us on: