• વરસાદે ભારત-પાકિસ્તાન મેચની મજા કરી ખરાબ
  • કોહલીની પાકિસ્તાની ફેન્સનો વીડિયો થયો વાયરલ
  • મહિલા ફેને કહ્યું, વિરાટે મારું દિલ તોડી નાંખ્યું

એશિયા કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. આ મેચે કરોડો ક્રિકેટ પ્રેમીઓના દિલ તોડી નાખ્યા. ફેન્સને સંપૂર્ણ અને રોમાંચક મેચની અપેક્ષા હતી, પરંતુ વરસાદે આખી રમત બગાડી નાખી. આ દરમિયાન વિરાટ કોહલીની પાકિસ્તાની મહિલા ફેનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

હું કોહલીને માટે જ આવી હતીઃ ફેન્સ

વાયરલ વીડિયોમાં કિંગ કોહલીની મહિલા પાકિસ્તાની ફેન કહી રહી છે કે તેનું દિલ તૂટી ગયું છે. પાકિસ્તાની ચાહકો વિરાટ કોહલીને જોવા માટે જ સ્ટેડિયમ પહોંચ્યા હતા. વાયરલ વીડિયોમાં મહિલા ફેન્સે કહ્યું, “વિરાટ કોહલી મારો પ્રિય ખેલાડી છે. હું અહીં ખાસ કરીને તેના માટે મેચ જોવા આવી હતી કારણ કે હું તેને જોવા ઈચ્છતી હતી. હું તેની પાસેથી સદીની અપેક્ષા રાખતી હતી, મારું દિલ તૂટી ગયું.

ફેન યુવતીને ફરી સવાલ પૂછવામાં આવ્યો કે શું તમે પાકિસ્તાન અને વિરાટ કોહલી બંનેને સપોર્ટ કરો છો? જેના જવાબમાં પાકિસ્તાની ફેન્સે તેના ચહેરા પર ભારત અને પાકિસ્તાનનો ઝંડો બતાવ્યો અને કહ્યું કે જુઓ આ પાકિસ્તાન છે, આ ભારત છે અને બંને સાથે છે. ફેન ગર્લના આ જવાબ પર તેની બાજુમાં ઉભેલા એક વ્યક્તિએ કહ્યું કે તમે માત્ર વિરાટને સપોર્ટ કરી રહ્યા છો. જવાબમાં, ફેનગર્લ કહે છે, "કાકા, પડોશીઓને પ્રેમ કરવો એ ખરાબ બાબત નથી ને?" આ સિવાય જ્યારે ફેંગગર્લને પૂછવામાં આવ્યું કે તે બાબર અને વિરાટમાંથી કોને પસંદ કરશે તો તેણે કોહલીનું નામ લીધું.

બીજી ઇનિંગ શરૂ થાય તે પહેલા જ મેચ રદ કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયા 48.5 ઓવરમાં 266 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ માટે હાર્દિક પંડ્યા 87 અને ઈશાન કિશને 82 રનની મહત્વની ઈનિંગ્સ રમી હતી. મેચમાં બીજી ઈનિંગની શરૂઆત પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ત્યારબાદ બીજી ઈનિંગની શરૂઆત કર્યા વિના જ મેચ રદ કરવી પડી હતી.

  • Follow us on: