• રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું ટ્વીટર એકાઉન્ટ હેક થયું
  • સોશિયલ મીડિયા પર ચાહકો ભારે અસમંજસમાં
  • ટ્વિટર એકાઉન્ટ પરથી આવી ઘણી પોસ્ટ કરવામાં આવી

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ફ્રેન્ચાઈઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ગયું છે. સ્ટાર ખેલાડી વિરાટ કોહલીની ટીમનું એકાઉન્ટ હેક થયા બાદ સોશિયલ મીડિયા પર ચાહકોમાં ભારે અસમંજસ જોવા મળી રહી છે. કારણ કે ટ્વિટર એકાઉન્ટ પરથી આવી ઘણી પોસ્ટ કરવામાં આવી હતી જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. હવે આ અંગે આરસીબી દ્વારા સ્પષ્ટતા પણ રજૂ કરવામાં આવી છે.

હકીકતમાં RCBનું ટ્વિટર એકાઉન્ટ હેક થયા બાદ ટ્વિટર પર NFT સંબંધિત ઘણી પોસ્ટ કરવામાં આવી હતી. આ સાથે પ્રોફાઈલ નામ અને પ્રોફાઈલ ફોટો પણ બદલાઈ ગયો હતો. એકાઉન્ટનું નામ બદલીને બોરડ એપ યાટ ક્લબ કરવામાં આવ્યું હતું.

વિરાટ કોહલીની વાત કરીએ તો તે હાલમાં ટીમ ઈન્ડિયા તરફથી ન્યૂઝીલેન્ડ સામે વનડે સિરીઝ રમી રહ્યો છે. વિરાટ કોહલી હાલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે અને ODI ક્રિકેટમાં સદી ફટકારી રહ્યો છે. વિરાટ કોહલીના નામે કુલ 46 ODI સદી છે અને તે સચિન તેંડુલકરના રેકોર્ડને તોડવાથી માત્ર 4 સદી દૂર છે.

એકાઉન્ટનું નામ અને ફોટો બદલ્યા બાદ બાયો સહિત અનેક ફેરફારો કરવામાં આવ્યા હતા. ઘણી પોસ્ટ હજુ પણ અસ્તિત્વમાં છે જેમાં NFT સંબંધિત માહિતી આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે,આવું ઘણી વખત બન્યું છે જ્યારે RCBનું ટ્વિટર એકાઉન્ટ હેક થયું હોય અને આવી પોસ્ટ કરવામાં આવી હોય.

ચાહકોએ પણ આ અંગે સાવધાની રાખી હતી તેની સાથે ટ્વિટર પર ઘણા મીમ્સ પણ વાયરલ થયા હતા. તમને જણાવી દઈએ કે IPL ટીમ RCBની ફેન્સમાં ઘણી લોકપ્રિયતા છે જેનું એક મુખ્ય કારણ વિરાટ કોહલી છે. વિરાટ કોહલી આરસીબી સાથે શરૂઆતથી જોડાયેલો છે.


  • Follow us on: