- મોટા ભાઈ રાજકિશનની જગ્યાએ થઈ હતી ક્રિકેટમાં પસંદગી
- 15 વર્ષની ઉંમરે રણજી ટીમમાં પસંદગી થઈ હતી
- રસોઇ બનાવતા આવડતું ન હતું, તેથી વાસણો ધોયા
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની વનડે શ્રેણીની ત્રીજી મેચમાં કેપ્ટન રોહિત શર્મા રમ્યો નહોતો. બીજી મેચમાં થયેલી ઈજાને કારણે તે આખા પ્રવાસમાંથી બહાર છે. ત્યારે કિશને આ મેચમાં સ્થાન મળતાં 131 બોલમાં 210 રનની ઇનિંગ રમી હતી. તેણે 24 ચોગ્ગા અને 10 છગ્ગા સાથે 160.31ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી હતી. વનડેમાં બેવડી સદી ફટકારનાર તે ભારતનો ચોથો બેટ્સમેન છે. ઈશાન કિશને આ શાનદાર ઈનિંગ માત્ર તેની 10મી ODIમાં રમી છે. સૌથી ઓછા બોલમાં બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ પણ તેના નામે છે. જો કે, અહીં સુધીની સફર તેના માટે આસાન રહી નથી. અહીં અમે કિશનના સંઘર્ષની વાર્તા જણાવી રહ્યા છીએ.

18 જુલાઈ 1998ના રોજ બિહારની રાજધાની પટનામાં જન્મેલા ઈશાનના કોચ ઉત્તમ મજુમદારના કહેવા પ્રમાણે, તે તેને પહેલીવાર 2005માં મળ્યા હતા. ત્યારે ઈશાન સાથે તેના મોટા ભાઈ રાજકિશન પણ સાથે હતા. ઉત્તમ મઝુમદાર ઈશાનના પિતા પ્રણવ કુમાર પાંડેને મળ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે તેઓ હંમેશા તેમના છોકરાઓને રમતગમત માટે પ્રોત્સાહિત કરે છે. તેઓ ઈશાનના મોટા ભાઈને પસંદગી કરવા ગયા હતા. ત્યારે તેમણે ઈશાનની બેટિંગ જોઈ હતી. ત્યારે તેઓ આ ડાબોડી બેટ્સમેનથી ઘણા ખુશ થયા હતા. ઉત્તમ મજમુદારે કહ્યું હતું કે ઈશાનમાં જનુન હતું. મેદાન પર તેની ચાલવાની અને વિચારવાની ક્ષમતાથી હું ખૂબ પ્રભાવિત થયો હતો. રાજકિશનને છોડીને તેમણે કિશનને પસંદ કરવાનું નક્કી કર્યું હતું.
ઈશાનની જીદ સામે પરિવાર ઝુક્યો
જ્યારે ઈશાન 12 વર્ષનો હતો ત્યારે તેના પરિવારે પટના છોડીને રાંચીમાં સ્થાયી થવાનું નક્કી કર્યું હતું. તેના પિતાના કહેવા પ્રમાણે, ઈશાનને તેના કોચે શહેર છોડી દેવાની સલાહ આપી હતી જેથી તે ઉચ્ચ સ્તરે રમવાની તૈયારી કરી શકે. માતા આ માટે તૈયાર ન હતી, પરંતુ ઈશાનની જીદ સામે આખરે પરિવારે રાંચી જવાનું નક્કી કર્યું.

રસોઇ બનાવતા આવડતું ન હતું, તેથી વાસણો ધોયા
ઈશાનને રાંચીમાં જિલ્લા સ્તરે રમવા માટે SAIL (સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ) ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. તેને રહેવા માટે એક રૂમનું ક્વાર્ટર આપવામાં આવ્યું હતું. કિશનની સાથે તેમાં ચાર સિનિયર ખેલાડીઓ રહેતા હતા. તે સમયે ઈશાનને રસોઈ કેવી રીતે બનાવવી તે આવડતું ન હતું. તે માત્ર વાસણો સાફ કરવાનું કામ કરતો હતો. પાડોશીએ તેના પિતાને કહ્યું હતું કે કિશન ક્યારેક ખાલી પેટે સૂઈ જતો હતો. કિશન સાથે બે વર્ષ સુધી આવું ચાલ્યું. બાદમાં પરિવારે રાંચીમાં એક ફ્લેટ ભાડે લીધો હતો. માતા સુચિત્રા તેની સાથે રહેવા લાગી.
15 વર્ષની ઉંમરે રણજી ટીમમાં પસંદગી થઈ હતી
કિશન 15 વર્ષનો હતો જ્યારે તેની ઝારખંડ રણજી ટીમમાં પસંદગી કરવામાં આવી હતી. આ પછી, તે અંડર-19 વર્લ્ડ કપ 2016માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હતો. તેણે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામે ભારતીય ટીમ માટે પ્રથમ T20 મેચ રમી હતી. જો કે, અત્યાર સુધી કિશન ઓડીઆઈ ક્રિકેટમાં નવ મેચોમાં કંઈ ખાસ કરી શક્યો ન હતો, પરંતુ તેની 10મી મેચમાં તેણે ઈતિહાસ રચીને હવે પસંદગીકારોને વિચારવા મજબૂર કરી દીધા છે. જો કિશન પોતાની લય જાળવી રાખશે તો તે 2023 વર્લ્ડ કપમાં પણ ભારત માટે ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે.