- KKRનો ખેલાડી છે રિંકુ સિંહ
- રિંકુ સિંહે આઈપીએલ 2023માં બેટિંગથી ફેન્સને કર્યા પ્રભાવિત
- રિંકુએ પોતાના મેરિટિયલ સ્ટેટસને લઈને ફેન્સને આપ્યો જવાબ
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 ની વિજેતા ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ હતી. ફાઈનલ મેચમાં ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સે હાર્દિક પંડ્યાની ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સને તેમના ઘરે હરાવીને પાંચમી આઈપીએલ ટ્રોફી જીતી હતી. આ દરમિયાન IPLમાં KKRને અનેક મેચ પોતાના દમ પર જીતાડનાર રિંકુ સિંહે એક મોટો ખુલાસો કર્યો છે. તેણે પોતાની ગર્લફ્રેન્ડને લઈને આ રહસ્ય ખોલ્યું છે.
ટીમ માટે મેચ પોતાના દમ પર જીતી
કોલકાતા નાઈટ રાઈડર્સના રિંકુ સિંહે આઈપીએલ 2023માં પોતાની ઘાતક બેટિંગથી બધાને ચોંકાવી દીધા હતા. તેણે તેની ખતરનાક બેટિંગ માટે ઘણી પ્રશંસા મેળવી છે. રિંકુએ IPLની 16મી સિઝનની મેચમાં છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને મેચ જીતી લીધી હતી. આટલું જ નહીં ગુજરાત ટાઇટન્સ સામેની મેચની છેલ્લી ઓવરમાં તેણે સતત 5 છગ્ગા ફટકારીને ટીમને અશક્ય દેખાતી જીત અપાવી હતી.

મોટા રહસ્ય પરથી પડદો ઉઠાવવામાં આવ્યો
રિંકુ સિંહે પોતાના અંગત જીવનના એક મોટા રહસ્ય પરથી પડદો હટાવી દીધો છે. IPL ખતમ થયા બાદ રિંકુ સિંહ માલદીવમાં મસ્તી કરતો જોવા મળ્યો હતો. તેણે તેની તસવીરો સોશિયલ મીડિયા પર પણ શેર કરી છે. તેની પોસ્ટ પર ઘણી કોમેન્ટ્સ પણ આવી. તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તારી કોઈ ગર્લફ્રેન્ડ છે? આ સવાલના જવાબમાં રિંકુ સિંહે જવાબ આપ્યો, 'ના, હું સિંગલ છું.'
ટીમ ઈન્ડિયામાં તક મળી શકે છે
IPL 2023માં 14 મેચ રમીને રિંકુએ 59.25ની એવરેજ અને 149.53ના સ્ટ્રાઈક રેટથી 474 રન બનાવ્યા. આ દરમિયાન તેના બેટમાંથી 4 અડધી સદી પણ નીકળી હતી. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 67 રન હતો. એટલું જ નહીં, તેણે ગુજરાત ટાઇટન્સ સામેની મેચની છેલ્લી ઓવરમાં સતત 5 સિક્સર ફટકારીને ટીમને અશક્ય દેખાતી જીત અપાવી હતી. તેના પ્રદર્શનને જોતા તેને ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.