• ફાઈનલમાં કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે ટક્કર
  • ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે મેચ
  • IPLમાં અત્યાર સુધી બંને ટીમો 27 વખત ટકરાઈ છે

IPL 2024ની નિર્ણાયક મેચ રવિવારે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટ્રોફી માટે બંને ટીમો ટકરાશે. 17મી સિઝનમાં શાનદાર પ્રદર્શન કરનાર કોલકાતા પ્રથમ ક્વોલિફાયર જીતીને સીધી ફાઇનલમાં પહોંચી હતી. હૈદરાબાદે બીજા ક્વોલિફાયરમાં રાજસ્થાન રોયલ્સને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હવે રવિવારે જે ટીમ સારૂ પ્રદર્શન કરશે તે ટ્રોફી જીતશે.

બંને ટીમોનો હેડ ટૂ હેડ રેકોર્ડ

જો આપણે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેના આંકડાઓ પર નજર કરીએ તો, લીગમાં SRH પર KKRનો હાથ છે. IPLમાં અત્યાર સુધી બંને ટીમો 27 વખત ટકરાયા છે. આ દરમિયાન કોલકાતાએ 18 મેચ જીતી છે. આ ઉપરાંત હૈદરાબાદ માત્ર 9 મેચ જીતવામાં સફળ રહ્યું છે. બંને ટીમો વચ્ચેની છેલ્લી 6 મેચો પર નજર કરીએ તો કોલકાતા નાઈટ રાઈડર્સે 4 મેચ જીતી છે અને સનરાઈઝર્સ હૈદરાબાદે 2 મેચ જીતી છે.

બંને મેચમાં KKRની હાર

IPL 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ બે વખત ટકરાયા છે. લીગ તબક્કાની ત્રીજી મેચમાં, KKRએ SRHને 4 રને હરાવ્યું હતું. KKRએ ફિલ સોલ્ટ (54) અને આન્દ્રે રસેલ (64)ની ફિફ્ટીની મદદથી 208 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદ 204 રન જ બનાવી શકી હતી. હેનરિક ક્લાસને સૌથી વધુ 63 રનની ઇનિંગ રમી હતી. આન્દ્રે રસેલને તેની તોફાની ઇનિંગ્સ માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

ક્વોલિફાયર હારનો બદલો લેવાની તક

IPL 2024 ના પ્રથમ ક્વોલિફાયરમાં, KKR એ SRH ને 8 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદ 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. રાહુલ ત્રિપાઠીએ સૌથી વધુ 55 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાએ માત્ર 13.4 ઓવરમાં જ લક્ષ્યનો પીછો કરી લીધો હતો. વેંકટેશ ઐયર 51 અને સુકાની શ્રેયસ ઐયર 58 રન બનાવીને અણનમ રહ્યા હતા.

  • Follow us on: