કેએલ રાહુલની દિલ્હીમાં IPL 2025 માટે પસંદગી કરવામાં આવી છે. લખનૌએ તેને સિઝન પહેલા તેની રિટેન્શન યાદીમાં સામેલ કર્યો ન હતો. તેણે 3 વર્ષ સુધી લખનૌની કેપ્ટનશીપ સંભાળી હતી, પરંતુ તેણે વર્ષ 2025 પહેલા અલવિદા કહી દીધું. IPLની હરાજી બાદ રાહુલે LSG વિશે ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. પરંતુ આ સમયગાળા દરમિયાન તેણે પોતાની પોસ્ટમાં ટીમના માલિક સંજીવ ગોયંકાનો એક વખત પણ ઉલ્લેખ કર્યો નથી.

LSG ફેન્સનો માન્યો આભાર

રાહુલની સફર 3 વર્ષ બાદ LSG સાથે પૂરી થઈ. તેણે LSG વિશે સોશિયલ મીડિયા પર લખ્યું કે LSG સાથેની આ સફરને શાનદાર બનાવવા માટે તે તમામ કોચ, સાથી ખેલાડીઓ અને ચાહકોનો આભારી છે. વિશ્વાસ, યાદો, ઉર્જા અને અતૂટ સમર્થન બદલ આભાર. નવી શરૂઆત માટે તૈયાર.

https://twitter.com/klrahul/status/1861705173770322040

IPL 2024 દરમિયાન એક મેચ બાદ કેએલ રાહુલ અને સંજીવ ગોયંકા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારથી તેમના સંબંધોમાં તિરાડ પડી હતી. ત્યારબાદ અનુમાન લગાવવામાં આવ્યું કે રાહુલ LSG છોડી દેશે. જોકે, થોડા મહિનાઓ પહેલા જ્યારે ઝહીર ખાન ટીમનો મેન્ટર બન્યો ત્યારે રાહુલ અને સંજીવ સાથે જોવા મળ્યા હતા. ત્યારબાદ ગોયંકાએ રાહુલને પોતાના પરિવારનો સભ્ય ગણાવ્યો હતો. પરંતુ IPL 2025માં પણ રાહુલ કેપ્ટન રહેશે તે વાતની પુષ્ટિ થઈ નથી. જ્યારે IPL 2025ની હરાજીમાં LSGએ રાહુલ પર બોલી લગાવી ન હતી.