• પંતને કહીશ જુઓ, તમારી ઈજાએ આખી ટીમનું આખું કોમ્બિનેશન બગાડી નાખ્યું છે
  • ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામેની આ મહત્ત્વની ચાર મેચની ટેસ્ટ સીરિઝમાં તેની ખોટ અનુભવાશે
  • ઋષભ પંત 30 ડિસેમ્બર 2022ની સવારે કાર અકસ્માતનો શિકાર બન્યો હતો


ભારતના પૂર્વ કપ્તાન કપિલ દેવે અચાનક પોતાના એક નિવેદનથી સનસનાટી મચાવી દીધી છે. પૂર્વ ભારતીય કપ્તાન કપિલ દેવ અચાનક ટીમ ઈન્ડિયાના એક ખેલાડી પર ભડકી ગયા છે. કપિલ દેવે તો ત્યાં સુધી કહ્યું કે હું જઈને તેને જોરદાર થપ્પડ મારીશ. ભારતીય ટીમના પૂર્વ કપ્તાન કપિલ દેવના અચાનક નિવેદનથી દરેક લોકો આશ્ચર્યચકિત છે. ઉલ્લેખનીય છે કે 1983 વર્લ્ડ કપ વિજેતા કપ્તાન કપિલ દેવે ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર ઋષભ પંત વિશે આ મોટું નિવેદન આપ્યું છે.


ટીમ ઈન્ડિયાના આ ખેલાડી પર અચાનક ગુસ્સે થયા કપિલ દેવ

કપિલ દેવે અચાનક પોતાની એક વાતથી ખળભળાટ મચાવી દીધો છે. ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત પર પ્રતિક્રિયા આપતા દિગ્ગજ ક્રિકેટર કપિલ દેવે કહ્યું, 'હું ઈચ્છું છું કે ઋષભ પંત જલ્દી સાજો થાય અને જ્યારે તે સ્વસ્થ થઈ જશે ત્યારે હું જઈશ અને તેને જોરથી થપ્પડ મારીશ અને કહીશ ખુદની સંભાળ રાખો. જુઓ, તમારી ઈજાએ આખી ટીમનું આખું કોમ્બિનેશન બગાડી નાખ્યું છે. પછી તેઓ ગુસ્સે પણ થાય છે કે આજના યુવાનો આવી ભૂલો કેમ કરે છે? એટલે તેના માટે થપ્પડ પણ હોવો જોઈએ.


ટીમ ઈન્ડિયા માટે મોટી ખોટ

કપિલ દેવે કહ્યું, 'ઋષભ પંતને આશીર્વાદ અને પ્રેમ. ભગવાન તેને જલદી સાજો કરે. ઉલ્લેખનીય છે કે આવતીકાલથી નાગપુરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સીરિઝની પહેલી મેચ રમાશે. ઋષભ પંતની ગેરહાજરી ટીમ ઈન્ડિયા માટે મોટી ખોટ છે, કારણ કે ઋષભ પંત ટેસ્ટ ફોર્મેટમાં જોરદાર વિકેટકીપર હોવા ઉપરાંત ખૂબ જ ખતરનાક બેટ્સમેન છે. ઋષભ પંત ટેસ્ટ ફોર્મેટમાં ઝડપી રન બનાવે છે અને ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામેની આ મહત્ત્વની ચાર મેચની ટેસ્ટ સીરિઝમાં તેની ખોટ અનુભવાશે.


અકસ્માતનો ભોગ બન્યા હતા

ઉલ્લેખનીય છે કે ઋષભ પંત 30 ડિસેમ્બર 2022ની સવારે કાર અકસ્માતનો શિકાર બન્યો હતો. તે નવી દિલ્હીથી તેના ઘરે રૂરકી જઈ રહ્યો હતો અને ખુદ કાર ચલાવી રહ્યો હતો. દેહરાદૂન હાઈવે પર ઋષભ પંતની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને આગ લાગી હતી. 25 વર્ષીય ઋષભ પંતને કપાળ પર ગંભીર ઈજાઓ થઈ હતી, ઘૂંટણના લિંગામેંટ ફાટી ગયા હતા અને તેના જમણા કાંડા, પગની ઘૂંટી અને પગના અંગૂઠામાં પણ ઈજાઓ થઈ હતી. ઋષભ પંત હવે ધીમે-ધીમે રિકવર થઈ રહ્યો છે.

  • Follow us on: