• બાંગ્લાદેશ 8/256, લિટન દાસ 66

  • ભારત 3/261, કોહલી 103*
  • ભારતે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું

રસાકસી બાદ કોહલીએ છગ્ગો મારીને સદી પૂરી કરતાં ભારતે વર્લ્ડ કપની લીગ મેચમાં બાંગ્લાદેશને સાત વિકેટે હરાવીને વિજયનો ચોગ્ગો નોંધાવ્યો હતો. બાંગ્લાદેશે ભારતને 257 રનનો ટાર્ગેટ આપ્યો હતો જે રોહિતની ટીમે 41.3 ઓવરમાં ત્રણ વિકેટના ભોગે હાંસલ કરી લીધો હતો. કોહલીએ વન-ડે કારિકર્દીમાં 48મી સદી નોંધાવી હતી. તે 97 બોલમાં 103 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે છ બાઉન્ડ્રી અને ચાર સિક્સર ફટકારી હતી. લોકેશ રાહુલે 34 બોલમાં અણનમ 34 રનનું યોગદાન આપ્યું હતું અને બંનેએ ચોથી વિકેટ માટે 83 રનની ભાગીદારી નોંધાવી હતી. રોહિત શર્માએ 40 બોલમાં 48 તથા શુભમન ગિલે 53 રન બનાવ્યા હતા. મિરાઝે 47 રનમાં બે વિકેટ ખેરવી હતી. બાંગ્લાદેશ માટે લિટન દાસે સર્વાધિક 66 રન બનાવ્યા હતા. ભારત માટે બુમરાહે 41 રનમાં બે, સિરાજે 60 રનમાં બે તથા જાડેજાએ 39 રનમાં બે વિકેટ ખેરવી હતી.


  • Follow us on: