• ઐયર, કુલદીપ, લોકેશ રાહુલ અને હર્ષિત રાણા પણ ટીમ સાથે જોડાયા

  • વન-ડે શ્રોણીમાં મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રૌયસ ઐયરનું પણ પુનરાગમન થશે
  • ભારતે વરસાદ નડયો ત્યારે 6.1 ઓવરમાં ત્રણ વિકેટે 81 રન બનાવી લીધા હતા

ભારત અને શ્રીલંકા વચ્ચે મંગળવારે રમાનારી ત્રીજી અને અંતિમ ટી20 મેચ પહેલાં વન-ડે શ્રોણી માટે સિનિયર ખેલાડી રોહિત સુકાની તથા વિરાટ કોહલી ટીમ સાથે જોડાઈ ગયા છે.

આ ઉપરાંત લોકેશ રાહુલ, શ્રોયસ ઐયર, કુલદીપ યાદવ તથા હર્ષિત રાણા પણ શ્રીલંકા પહોંચી ગયા છે. રોહિત અને કોહલી ભારત માટે છેલ્લે ટી20 વર્લ્ડ કપમાં 29મી જૂને રમ્યા હતા જે ફાઇનલ મુકાબલો હતો. બંને હવે એક મહિના બાદ ફરીથી મેદાનમાં ઉતરશે. વન-ડે શ્રોણીમાં મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રૌયસ ઐયરનું પણ પુનરાગમન થશે. આ ખેલાડીઓ કોલંબો ખાતે ભારતના સહાયક કોચ અભિષેક નાયરના માર્ગદર્શન હેઠળ પ્રેક્ટિસ કરશે. બીજી તરફ ટી20 સુકાની સૂર્યકુમાર યાદવ શ્રીલંકા સામેની અંતિમ ટી20 મેચ જીતીને શ્રોણીને 3-0થી જીતવાના તમામ પ્રયાસ કરશે. ભારતે વરસાદના વિઘ્ન વચ્ચે રવિવારે રમાયેલી બીજી ટી20 મેચ ડકવર્થ લૂઇસ નિયમના આધારે સાત વિકેટે જીતી હતી. શ્રીલંકાએ નવ વિકેટે 161 રન બનાવ્યા હતા. ભારતને આઠ ઓવરમાં 78 રનનો નવો ટાર્ગેટ અપાયો હતો પરંતુ ભારતે વરસાદ નડયો ત્યારે 6.1 ઓવરમાં ત્રણ વિકેટે 81 રન બનાવી લીધા હતા.


  • Follow us on: