• ઇન્સ્ટાગ્રામ પર 200 મિલિયનથી વધુ ફોલોઅર્સ

  • વિરાટ કોહલી ભારતમાં ત્રીજો વ્યક્તિ ફોલોઅર્સની યાદીમાં
  • સચિન તેંડુલકરના ટ્વિટર પર 37.8 મિલિયન સાથે બીજા ક્રમે

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને રન મશીન તરીકે જાણીતા વિરાટ કોહલીએ 13 સપ્ટેમ્બરે ટ્વિટર પર વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. ઇન્સ્ટાગ્રામ પર 200 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવનાર વિરાટ કોહલી હવે ટ્વિટર પર 50 મિલિયન ફોલોઅર્સ ધરાવનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર બની ગયો છે.

વિરાટનું ટ્વિટર પર ફોલોઅર્સની સંખ્યા

વિરાટ કોહલી ભારતમાં ત્રીજો વ્યક્તિ છે જેના ટ્વિટર પર 50 મિલિયન કે તેથી વધુ ફોલોઅર્સ છે. ટ્વિટર પર વિરાટ કરતાં વધુ ફોલોઅર્સ માત્ર ભારતના વડાપ્રધાન કાર્યાલય એટલે કે પીએમઓમાંથી છે, જેને 50.5 મિલિયન લોકો ફોલો કરે છે. આ સિવાય ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નંબર વન પર છે, જેમના ટ્વિટર પર 82.3 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

સચિન તેંડુલકરના ટ્વિટર પર 37.8 મિલિયન સાથે બીજા ક્રમે

ક્રિકેટરોની વાત કરીએ તો વિરાટ કોહલી પછી સચિન તેંડુલકરના ટ્વિટર પર 37.8 મિલિયન ફોલોઅર્સ છે. આજ સમયે સચિન અને વિરાટ સિવાય, વિશ્વના ટોપ 100 માં સૌથી વધુ ફોલો કરવામાં આવેલા લોકોની યાદીમાં અન્ય કોઈ ક્રિકેટર નથી. આવી સ્થિતિમાં કહીં શકાય કે, ક્રિકેટ બાદ હવે વિરાટ ટ્વિટરનો પણ બાદશાહ બની ગયો છે.


  • Follow us on: