ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલમાં ક્રિકેટના મેદાનથી દૂર છે. તાજેતરમાં તે થોડા દિવસો માટે તેની રજાઓ માણી રહ્યો હતો પરંતુ હવે તેણે ફરીથી સખત પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. હાર્દિક ભલે ક્રિકેટ ફિલ્ડથી દૂર હોય પરંતુ સતત ચર્ચામાં રહે છે. હાલમાં જ હાર્દિક પંડ્યાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં તે તેના પુત્ર અગસ્ત્ય, તેનો ભત્રીજો અને ભાભી પંખુરી શર્મા સાથે જોવા મળી રહ્યો છે. આ દરમિયાન હવે તેના મોટા ભાઈની એક ફેમિલી પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે.


પુત્રને મળ્યો હાર્દિક પંડ્યા

તમને જણાવી દઈએ કે હાર્દિક સાથે છૂટાછેડા લીધા બાદ નતાશા સર્બિયામાં પોતાના ઘરે પરત ચાલી ગઈ હતી અને પુત્ર અગસ્ત્ય પણ તેની સાથે હતો. લગભગ દોઢ મહિના પછી નતાશા ફરીથી મુંબઈ આવી, ત્યારથી અગસ્ત્ય મુંબઈમાં તેના પિતાના ઘરે રહેતો હતો. પરંતુ કોઈ કારણસર હાર્દિક અગસ્ત્યને મળી શક્યો ન હતો અને ન તો તેના ઘરે ગણપતિ કાર્યક્રમમાં હાજરી આપી શક્યો હતો. જે બાદ સોશિયલ મીડિયા પર અટકળો શરૂ થઈ હતી કે હાર્દિક અને તેના પરિવાર વચ્ચે કંઈક બરાબર નથી ચાલી રહ્યું. પરંતુ હાર્દિકે તમામ ચર્ચાઓને ફગાવી દીધી છે. છૂટાછેડાના બે મહિના પછી હાર્દિક તેના પુત્રને મળ્યો હતો. સોમવારે, કૃણાલે સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી, જેના પર હાર્દિક પોતાને કોમેન્ટ કરતા રોકી શક્યો નહીં.

 

કૃણાલે શેર કરી એક ખાસ તસવીર

કૃણાલ પંડ્યા સોશિયલ મીડિયા પર પોતાના જીવન સાથે જોડાયેલા અપડેટ્સ શેર કરતો રહે છે. તે ઘણીવાર સોશિયલ મીડિયા પર મુસાફરી, તેની રમત અને પરિવારના ફોટા અને વીડિયો પોસ્ટ કરે છે. કૃણાલ પંડ્યાએ સોમવારે સાંજે તેના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, આ પોસ્ટમાં કૃણાલે સમગ્ર પરિવારની તસવીર શેર કરી છે જેમાં અગસ્ત્ય પણ સામેલ છે. પરંતુ કૃણાલની ​​આ તસવીર ગણેશ પૂજા દરમિયાન લેવામાં આવી છે. પરંતુ તેને ફરી આ તસવીરો શેર કરી છે, અને પોસ્ટના કેપ્શનમાં પણ લખ્યું છે કે મેકિંગ મેમોરીઝ….


ફેન્સ કૃણાલની ​​આ તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે, જ્યારે હાર્દિક પણ કૃણાલની ​​આ પોસ્ટ પર કોમેન્ટ કરવાથી પોતાને રોકી શક્યો નથી. તેને તસવીર પર પ્રેમ વરસાવતા હાર્ટ ઈમોજી શેર કર્યા છે.

  • Follow us on: