• આજે ભારત-ઓસ્ટ્રેલિયામની ત્રીજી વનડે
  • મિશેલ માર્શ સદી ચૂકી ગયા હતા
  • માર્શે 84 બોલમાં 96 રન બનાવ્યા

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી વનડે રાજકોટમાં રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઓસ્ટ્રેલિયાની ટીમે 32 ઓવરમાં 3 વિકેટે 242 રન બનાવી લીધા છે. ઓસ્ટ્રેલિયા માટે ઓપનર ડેવિડ વોર્નર અને મિશેલ માર્શે તોફાની શરૂઆત કરી હતી. બંને ખેલાડીઓએ પ્રથમ વિકેટ માટે 8.1 ઓવરમાં 78 રન જોડ્યા હતા. ડેવિડ વોર્નરે 34 બોલમાં 6 ફોર અને 4 સિક્સરની મદદથી 56 રન બનાવ્યા હતા.

મિશેલ માર્શ સદી ચૂકી ગયા...

આ સાથે જ મિશેલ માર્શ સદી ચૂકી ગયા હતા. મિચેલ માર્શે 84 બોલમાં 96 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેમણે પોતાની ઇનિંગમાં 13 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. મિશેલ માર્શને ભારતીય સ્પિનર ​​કુલદીપ યાદવે આઉટ કર્યા હતા. પ્રસિદ્ધ કૃષ્ણાએ કુલદીપ યાદવના બોલ પર મિશેલ માર્શનો કેચ પકડ્યો હતો. આ રીતે મિશેલ માર્શ સદી ફટકારવામાંથી ચૂકી ગયો હતો. પરંતુ આ ખેલાડીએ ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથ સાથે સારી ભાગીદારી કરી હતી.

ભારતે બે વનડ઼ે મેચ જીતી લીધી છે

સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને મિશેલ માર્શની ફિફ્ટી... સ્ટીવ સ્મિથે 61 બોલમાં 74 રનનું યોગદાન આપ્યું હતું. તેમણે પોતાની ઇનિંગમાં 8 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. સ્ટીવ સ્મિથને ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે આઉટ કર્યા હતા. તે જ સમયે, ભારત તરફથી અત્યાર સુધી મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા અને કુલદીપ યાદવે 1-1 વિકેટ લીધી છે. નોંધનીય છે કે ભારતીય ટીમે 3 ODI સીરિઝની પહેલી બે મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. આ રીતે ભારતીય ટીમે સીરિઝ જીતી લીધી છે. મોહાલીમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું હતું. જ્યારે ઈન્દોર ODIમાં ભારતીય ટીમે કાંગારૂઓને 99 રને હરાવ્યું હતું.

  • Follow us on: