- T20 વર્લ્ડકપ 2024ની શરૂઆત થઈ ગઈ છે
- ભારત પોતાનું અભિયાન 5 જૂનથી શરૂ કરશે
- સેમસન T20 વર્લ્ડકપ 2024માં ભારતીય ટીમનો ભાગ
વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનની આંતરરાષ્ટ્રીય કારકિર્દી ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે. તેણે 2015માં ભારતીય ટીમ માટે ડેબ્યૂ કર્યું હતું પરંતુ તેને ઘણી તકો મળી ન હતી. અત્યાર સુધીમાં તે 16 ODI અને 25 T20I રમી ચૂક્યો છે. સેમસન T20 વર્લ્ડકપ 2024માં ભારતીય ટીમનો ભાગ છે. તેણે કહ્યું છે કે જીવને છેલ્લા એક દાયકામાં ઘણું શીખવ્યું છે, જે જરૂરી હતું.
BCCIએ વીડિયો શેર કર્યો
BCCIએ સોમવારે એક વીડિયો શેર કર્યો હતો, જેમાં 29 વર્ષીય સેમસને તેની કારકિર્દી અને અન્ય બાબતો વિશે વાત કરી હતી. તેણે કહ્યુ,. હું વર્લ્ડકપ માટે તૈયાર છું. છેલ્લા 10 વર્ષોમાં, મે ઘણી નિષ્ફળતાઓ સાથે કેટલીક સફળતાઓ પણ હાંસલ કરી છે. જીવન અને ક્રિકેટે મને ઘણું શીખવ્યું છે, જે આ મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટમાં આવતા પહેલા જરૂરી હતું. સેમસને આગળ કહ્યું, "જ્યારે તમે રોહિત શર્મા અને વિરાટ કોહલીને ટીમમાં જુઓ છો, ત્યારે તમે ઉત્સાહિત થઈ જાઓ છો અને દેશ માટે સારું પ્રદર્શન કરવા માટે પ્રેરિત થાઓ છો." સેમસને IPL 2024માં મજબૂત પ્રદર્શન કરીને ભારતીય ટીમમાં જગ્યા બનાવી છે. તેણે 15 મેચોમાં 153.47 ની સરેરાશથી 531 રન બનાવ્યા હતા.
સેમસને કહ્યું, "સંજુ સેમસન વાસ્તવમાં સંપૂર્ણ રીતે તૈયાર થઈને વર્લ્ડકપ માટે આવ્યો છે. વર્લ્ડ કપની ટીમમાં પસંદગી પામવી એ મોટી વાત છે. મારી કારકિર્દીમાં આ સૌથી શ્રેષ્ઠ બાબત છે. મેં હંમેશા મારી કારકિર્દીમાં નિષ્ફળતાઓમાંથી શીખવાનો પ્રયાસ કર્યો છે.
T20 વર્લ્ડકપ 2024 માટેની ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ, અક્ષર પટેલ, યશસ્વી જયસ્વાલ, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), કુલદીપ યાદવ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત , શિવમ દુબે, સંજુ સેમસન (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ.
રિઝર્વ પ્લેયર્સઃ શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ, આવેશ ખાન.
T20 વર્લ્ડકપ 2024માં ભારતનું ગ્રુપ શેડ્યૂલ
- ભારત વિ આયર્લેન્ડ - 5 જૂન, ન્યુ યોર્ક
- ભારત વિ પાકિસ્તાન - 9 જૂન, ન્યૂયોર્ક
- ભારત વિ યુએસએ - 12 જૂન, ન્યુ યોર્ક
- ભારત વિ કેનેડા - 15 જૂન, ફ્લોરિડા