ભારતે ત્રીજી મેચમાં ઈંગ્લેન્ડને 142 રનથી હરાવ્યું. આ મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની સિરીઝ 3-0થી જીતી લીધી. પાકિસ્તાને ત્રિકોણીય સિરીઝમાં દક્ષિણ આફ્રિકાને પણ હરાવ્યું છે.


આ સિવાય શ્રીલંકાએ બે મેચની ODI સિરીઝની પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને બધાને ચોંકાવી દીધા. આ મેચોના પરિણામો પછી, ICC ODI ટીમ રેન્કિંગમાં ઘણો ફેરફાર થયો છે.

ઈંગ્લેન્ડને કરવો પડ્યો હારનો સામનો

2023ના ODI વર્લ્ડકપ પછી ઈંગ્લેન્ડનું ખરાબ પ્રદર્શન ચાલુ છે. ઈંગ્લેન્ડે 2023 વર્લ્ડકપ પછી 23 વનડે રમી છે, જેમાંથી 16માં હારનો સામનો કરવો પડ્યો છે. ભારતના પ્રવાસ પર પણ, તેમને 8 માંથી 7 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. વનડે સિરીઝમાં હાર બાદ ઈંગ્લેન્ડને નુકસાન થયું છે. ઈંગ્લેન્ડે એક રેટિંગ પોઈન્ટ ગુમાવ્યો છે. ઈંગ્લેન્ડનું રેટિંગ હવે 93 થી ઘટીને 92 થઈ ગયું છે.

ભારતને થયો ફાયદો

ઈંગ્લેન્ડ સામે 3-0થી સિરીઝ ક્લીન સ્વીપ કર્યા બાદ ભારતે ICC ODI ટીમ રેન્કિંગમાં ફરી ટોપનું સ્થાન મેળવ્યું છે. હાલમાં ટીમ ઈન્ડિયાનું રેટિંગ 119 છે. ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામે રેકોર્ડ લક્ષ્યનો પીછો કરીને પાકિસ્તાને એક સ્થાનનો સુધારો કર્યો.


ટીમમેચઅંકરેટિંગ

1

ભારત485726119
2પાકિસ્તાન384220111
3ઓસ્ટ્રેલિયા434778111
4ન્યુઝીલેન્ડ404096102
5દક્ષિણ આફ્રિકા42415199
6શ્રીલંકા59579398
7ઈંગ્લેન્ડ39356992
8અફઘાનિસ્તાન39336586
9બાંગ્લાદેશ46373081
10વેસ્ટઈન્ડિઝ41318578
11આયરલેન્ડ25130952
12સ્કોટલેન્ડ31158651

13

ઝિમ્બાબ્વે29147651


પાકિસ્તાન ઓસ્ટ્રેલિયાને પાછળ છોડીને બીજા સ્થાને પહોંચ્યું. ઓસ્ટ્રેલિયન ટીમ ત્રીજા સ્થાને સરકી ગઈ છે. ન્યુઝીલેન્ડની ટીમ ચોથા સ્થાને પહોંચી ગઈ છે. પાકિસ્તાનમાં રમાઈ રહેલી ત્રિકોણીય સિરીઝમાં ન્યુઝીલેન્ડે સતત બે મેચ જીતી છે. દક્ષિણ આફ્રિકા પાંચમા સ્થાને છે.


  • Follow us on: