- ફ્રાન્સને પેનલ્ટી શૂટઆઉટમાં પહોંચાડીને રચ્યો ઈતિહાસ
- લિયોનલ મેસ્સીએ જીત બાદ પરિવાર સાથે કરી ઉજવણી
- ટીમ સાથે પણ ડાન્સ કર્યો અને માણ્યો જીતનો આનંદ
આર્જેન્ટીનાએ ફીફા વર્લ્ડ કપ 2022નો ખિતાબ જીતી લીધો છે. ફ્રાન્સે પેનલ્ટી શૂટઆઉટ સુધી પહોંચેલી મેચમાં હરાવીને આર્જેન્ટિનાએ ઈતિહાસ રચ્યો છે. કેપ્ટન લિયોનલ મેસ્સીની ઉજવણી જોવાલાયક હતી જે મેચ ખતમ થયા બાદ ઝૂમ્યા અને નાચ્યા. લિયોનલ મેસ્સીનું સપનું પૂરું થયું છે. ફીફા વર્લ્ડ કપ 2022માં ફાઈનલમાં આર્જેન્ટિનાએ ફ્રાન્સને હરાવીને ખિતાબ લીધો અને પોતાનો 36 વર્ષનો રેકોર્ડ ફરી બનાવ્યો, લિયોનલ મેસ્સીનો આ આખરી વર્લ્ડ કપ હતો. એવામાં તેમના માટે આ અવસર ખાસ હતો. લિયોનલ મેસ્સીએ આ ઐતિહાસિક જીત બાદ ખૂબ જ ઉજવણી કરી.
મેસ્સીની અધ્યક્ષતામાં જીતી ટીમ
35 વર્ષના લિયોનલ મેસ્સીની અધ્યક્ષતામાં આર્જેન્ટિનાએ ફ્રાન્સના ફીફા ફાઈનલમાં પેન્લ્ટી શૂટઆઉટમા હરાવ્યું, મેચ ખતમ થઈ ત્યારે 3-3ની બરાબરી પર આ છૂટ્યું, એવામાં પેનલ્ટી શૂટઆઉટ સુધી મેચ રમાઈ. અહીં આર્જેન્ટિનાએ 4-3થી જીત નોંધી અને ઈતિહાસ રચ્યો.
લિયોનલ મેસ્સીએ જીત બાદ કરી ઉજવણી
કેપ્ટન હોવાના કારણે લિયોનલ મેસ્સને ટ્રોફી આપવામાં આવી સ્ટેજ પર તે ખુશીથી ઝૂમ્યા, લિયોનલ મેસ્સીએ ટ્રોફીને સૌથી પહેલા કિસ કરી અને પછી મન ભરીને જોઈ. છેલ્લા 2 દાયકાથી મેસ્સી આ સપનાને લઈને જીવી રહ્યા હતા અને હવે તે પૂરું થયું છે.
લિયોનલ મેસ્સી જ્યારે ટ્રોફી લઈને સ્ટેજ પર પોતાની ટીમની પાસે પહોંચ્યા ત્યારી ટીમે ટ્રોફી સાથે ડાન્સ કર્યો, લિયોનલ મેસ્સી ટ્રોફીને હાથમાં લઈને કૂદી રહ્યા હતા અને આ ઉજવણીમાં ડૂબી ચૂક્યા હતા. આ ઉજવણી ખતમ થયા બાદ મેસ્સી પરિવારની પાસે પહોંચ્યા.
આર્જેન્ટિનાએ છેલ્લી વાર કોઈ વર્લ્ડ કપ 1986માં જીત્યો હતો. જ્યારે ડિએગો મારાડોનાએ ઈતિહાસ રચ્યો હતો. હવે આ કમાલ મેસ્સીએ કર્યો છે. તેઓએ પોતાની કરિયરના છેલ્લા વર્લ્ડ કપ મેચમાં પોતાના દેશને ચેમ્પિયન બનાવી દીધું.
મેસ્સીએ પોતાના 3 બાળકો અને પત્ની સાથે મળીને ઉજવણી કરી. Antonela Roccuzzoએ ઈન્સ્ટાગ્રામ પર દુનિયાની સૌથી સુંદર ટ્રોફી સાથે ફોટો શેર કર્યો છે. જેમાં લિયોનલ મેસ્સી અને તેના પરિવાર વર્લ્ડ કપ ટ્રોફી સાથે બેઠો છે.
https://www.instagram.com/p/CmUpepQKKck/
જો ફીફા વર્લ્ડ કપ ફાઈનલની વાત કરીએ તો કતારના લુસૈલ સ્ટેડિયમમાં આ ફાઈનલ મેચમાં આર્જેન્ટિનાએ ફ્રાન્સને 4-2થી હરાવ્યું છે. આ મેચનો નિર્ણય પેનલ્ટી શૂટઆઉટથી લેવાયો. મેચને નક્કી સમયે ખતમ કરાઈ ત્યારે સ્કોર 3-3 પર હતો. ફ્રાન્સની તરફથી આ મેચમાં એમ્બાપ્પેએ હેટ્રિક જમાવી હતી જ્યારે લિયોનલ મેસ્સીએ 2 ગોલ કર્યા. પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટિનાએ આ વર્લ્ડ કપ જીત્યો અને 36 વર્ષ બાદ જીત મેળવી.