• લિયોનેલ મેસ્સી પગમાં ઈજાના કારણે ટીમની બહાર
  • કોચે મેસ્સીના વાપસીનો ચોક્કસ સમય નથી જણાવ્યું
  • શનિવારની મેચમાં લિયોનેલ મેસ્સી રમ્યો નહોતો

આર્જેન્ટિનાના સુપરસ્ટાર લિયોનેલ મેસીએ આ અઠવાડિયે વ્યક્તિગત ઓન-ફિલ્ડ તાલીમ શરૂ કરી છે અને MLS નિયમિત સિઝનના અંત પહેલા ઇન્ટર મિયામીમાં જોડાઈ શકે છે. મિયામીના કોચ ગેરાર્ડો 'ટાટા' માર્ટિનોએ શુક્રવારે આ માહિતી આપી. 37 વર્ષીય મેસ્સી 14 જુલાઈએ કોપા અમેરિકા ફાઇનલમાં કોલંબિયા સામે આર્જેન્ટિનાની જીત બાદથી જમણા પગની ઘૂંટીમાં ઈજાને કારણે બહાર છે.

કોલંબિયા સામેની મેચમાં મેસ્સી ઇજાગ્રસ્ત થયો

આ મેચના બીજા હાફમાં તે પડી ગયો હતો. ઇન્ટર મિયામી અને એફસી સિનસિનાટી વચ્ચે શનિવારે રમાયેલી મેચમાં મેસ્સી રમ્યો નહોતો. આ સાથે તેને સપ્ટેમ્બરમાં યોજાનારી બે વર્લ્ડકપ ક્વોલિફાયર માટે આર્જેન્ટિનાની રાષ્ટ્રીય ટીમમાંથી પણ બહાર રાખવામાં આવ્યો છે..

કોચે આપી જાણકારી

મેસ્સી 1 જુલાઈથી ઈન્ટર મિયામી માટે રમ્યો નથી, પરંતુ કોચ માર્ટિનોએ કહ્યું કે તે ટૂંક સમયમાં સંપૂર્ણ પ્રેક્ટિસમાં ટીમ સાથે જોડાઈ શકશે. માર્ટિનોએ કહ્યું કે મેસ્સીના વાપસી માટે કોઈ ચોક્કસ સમય ન હોવા છતાં, તે ઓક્ટોબરના અંતમાં શરૂ થનારી MLS પ્લેઓફ પહેલા આવી શકે છે.


  • Follow us on: