• એમ્બાપ્પેને હરાવી મેસ્સીએ બેસ્ટ પુરૂષ ખેલાડીનો જીત્યો એવોર્ડ
  • સર્વશ્રેષ્ઠ ખેલાડી માટે મેસ્સીને સૌથી વધુ વોટ મળ્યા
  • આર્જેન્ટિનાના સમર્થકોને 'બેસ્ટ ફેન એવોર્ડ' મળ્યો

આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર અને વર્લ્ડ કપ વિજેતા લિયોનેલ મેસ્સીએ પુરૂષ વર્ગમાં FIFAના સર્વશ્રેષ્ઠ ખેલાડીનો ખિતાબ જીત્યો છે. મેસ્સીએ ફરી એકવાર એમ્બાપ્પેને હરાવ્યો છે. હકીકતમાં, એમ્બાપ્પે FIFA શ્રેષ્ઠ ખેલાડી માટે પણ નોમિનેટ થયો હતો. પરંતુ મેસ્સીને સૌથી વધુ વોટ મળ્યા હતા. જ્યારે મહિલા વર્ગમાં સ્પેનની એલેક્સિયા પુટેલાસે આ સિદ્ધિ મેળવી હતી. પુટેલાસે વર્ષ 2022માં બેલોન ડી'ઓર જીત્યો હતો.

એમ્બાપ્પેને હરાવી જીત્યો એવોર્ડ

જો કે, ફ્રાન્સના એમ્બાપ્પેને પણ આ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. પરંતુ મેસ્સીએ તેને અહીં પણ હરાવીને આ એવોર્ડ જીત્યો હતો. સર્વશ્રેષ્ઠ ખેલાડી માટે મેસ્સીને સૌથી વધુ વોટ મળ્યા હતા. મેસ્સીએ પેરિસના સાલે ખાતે સમારોહ દરમિયાન કહ્યું હતું કે આટલા લાંબા સંઘર્ષ પછી આટલા પ્રયત્નો કર્યા પછી મારા સ્વપ્નને સાકાર કરી શક્યો તે મારા માટે મોટી વાત છે. આ મારી કારકિર્દીની સૌથી સુંદર ક્ષણોમાંની એક છે. તે દરેક ખેલાડીનું સપનું હોય છે અને બહુ ઓછા લોકો તેને હાંસલ કરી શકતા હોય છે. ભગવાનનો આભાર કે હું આ કરી શક્યો.


આર્જેન્ટિનાના સમર્થકોને 'બેસ્ટ ફેન એવોર્ડ'

આર્જેન્ટિનાના લિયોનેલ સ્કેલોનીએ વર્ષનો સર્વશ્રેષ્ઠ કોચ અને એમિલિયાનો માર્ટિનેઝે વર્ષનો સર્વશ્રેષ્ઠ ગોલકીપરનો એવોર્ડ જીત્યો હતો. આર્જેન્ટિનાના સમર્થકોને શ્રેષ્ઠ ચાહકોનો એવોર્ડ પણ મળ્યો હતો, જ્યારે ઈંગ્લેન્ડને મહિલા યુરો 2022 કપનો પુરસ્કાર મળ્યો હતો.

આર્જેન્ટિના FIFA વર્લ્ડ કપ 2022માં ચેમ્પિયન

FIFA વર્લ્ડ કપ 2022ની ફાઇનલમાં ફ્રાન્સને હરાવીને આર્જેન્ટિનાએ ત્રીજી વખત વર્લ્ડ કપ જીત્યો હતો. FIFA વર્લ્ડ કપના ઈતિહાસની સૌથી રોમાંચક ફાઈનલમાં મેસ્સીની ટીમ આર્જેન્ટિનાએ ફ્રાન્સને પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હરાવ્યું હતું.


FIFA એવોર્ડ વિજેતાઓ:

બેસ્ટ પુરૂષ ખેલાડી - લિયોનેલ મેસ્સી (આર્જેન્ટિના)

બેસ્ટ વિમેન્સ ખેલાડી - એલેક્સિયા પુટેલાસ (સ્પેન)

બેસ્ટ પુરૂષ ગોલકીપર - એમિલિયાનો માર્ટિનેઝ (આર્જેન્ટિના)

બેસ્ટ મહિલા ગોલકીપર - મેરી ઇર્પ્સ (ઇંગ્લેન્ડ)

બેસ્ટ પુરૂષ કોચ - લિયોનેલ સ્કોલોની (આર્જેન્ટીના)

બેસ્ટ મહિલા કોચ - સરીના વિગમેન (ઈંગ્લેન્ડ)

FIFA પુસ્કાસ એવોર્ડ - સરીના વિગમેન (પોલેન્ડ)

FIFA ફેયર પ્લેયર એવોર્ડ - લુકા લોચાશવિલી (જ્યોર્જિયા)

FIFA ફેન એવોર્ડ - આર્જેન્ટીનાના ચાહકો

  • Follow us on: