- સીરિઝની પહેલી વનડે આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે
- ટીમ ઈન્ડિયા નિયમિત કેપ્ટન રોહિત શર્મા અને શ્રેયસ અય્યર વિના આ મેચમાં ઉતરી
- રોહિત શર્માની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાની કપ્તાની કરી રહ્યો છે
મુંબઈના વાનખેડે ખાતે રમાયેલી પ્રથમ વનડેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટે હરાવ્યું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ 35.4 ઓવરમાં 188 રન પર સમેટાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ માર્શે સૌથી વધુ 81 રનની ઇનિંગ રમી હતી.
જવાબમાં ભારતે 39.5 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. કેએલ રાહુલે લયમાં પરત ફરીને સારી બેટિંગ કરતા 91 બોલમાં 75 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેના સિવાય રવિન્દ્ર જાડેજા પણ 45 રન બનાવીને અણનમ રહ્યો હતો. બંને વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 108 રનની અણનમ ભાગીદારી થઈ હતી.
આ જીત સાથે ભારતે ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની વનડે શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. હવે આગામી વનડે રવિવારે વિશાખાપટ્ટનમમાં રમાશે. ટીમ ઈન્ડિયાએ વાનખેડે સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાને 16 વર્ષ બાદ હરાવ્યું છે.
જાડેજા-રાહુલની શાનદાર ઇનિંગ
30 ઓવર પછી ભારતે પાંચ વિકેટ ગુમાવીને 122 રન બનાવ્યા છે. હાલમાં રવીન્દ્ર જાડેજા 20 રન બનાવીને ક્રિઝ પર છે અને કેએલ રાહુલ 41 રન પર છે. ભારતને હવે 67 રનની જરૂર છે.
હાર્દિક પંડ્યા પણ આઉટ
ભારતને 20મી ઓવરમાં 83ના સ્કોર પર પાંચમો ઝટકો લાગ્યો હતો. હાર્દિક 31 બોલમાં 25 રન બનાવીને આઉટ થયો હતો. તેણે કેએલ રાહુલ સાથે પાંચમી વિકેટ માટે 55 બોલમાં 44 રનની ભાગીદારી કરી હતી. હાલમાં રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ ક્રિઝ પર છે. ભારતનો સ્કોર 20 ઓવર પછી પાંચ વિકેટે 83 રન છે. ટીમ ઈન્ડિયાને હવે 30 ઓવરમાં 106 રનની જરૂર છે.
ભારતની ચોથી વિકેટ પડી
ભારતની ચોથી વિકેટ 39 રનના સ્કોર પર પડી હતી. શુભમન ગિલ 31 બોલમાં 20 રન બનાવીને આઉટ થયો હતો. માર્નસ લાબુશેને સ્ટાર્કના બોલ પર તેનો કેચ પકડ્યો હતો.
સ્ટાર્કે પહેલા જ બોલ પર સૂર્યકુમાર યાદવને પેવેલિયન મોકલ્યો હતો
ભારતીય ટીમને ત્રીજો મોટો ફટકો એવરગ્રીન બેટ્સમેન સૂર્યકુમાર યાદવના રૂપમાં લાગ્યો છે. યાદવ ખાતું ખોલ્યા વિના પહેલા જ બોલ પર મિશેલ સ્ટાર્કનો બીજો શિકાર બની ગયો છે.
વિરાટ કોહલી બન્યો મિશેલ સ્ટાર્કનો શિકાર, ભારતીય ટીમને બીજો ઝટકો
ભારતીય ટીમને અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીના રૂપમાં વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. કોહલી પહેલી વનડેમાં માત્ર ચાર રન બનાવીને મિશેલ સ્ટાર્કનો શિકાર બન્યો છે.
ટીમ ઈન્ડિયાને પહેલો ઝટકો લાગ્યો, કિશન પેવેલિયન પરત ફર્યો
ભારતીય ટીમને પહેલો ફટકો લાગ્યો છે. ઓપનર ઈશાન કિશન માર્કસ સ્ટોઇનિસની બોલમાં 3 રન બનાવીને LBW આઉટ થયો.
ક્રિઝ પર ગિલ અને કિશન, સ્ટાર્કના હાથમાં બોલ
લક્ષ્યનો પીછો કરવા માટે ભારતીય ટીમની ઇનિંગ્સની શરૂઆત કરવા ઈશાન કિશન અને શુભમન ગિલ સાથે આવ્યા છે. ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક વિપક્ષી ટીમ માટે પહેલી ઓવર નાખી રહ્યો છે.
ભારત સામે 189 રનનો લક્ષ્યાંક
મુંબઈમાં રમાઈ રહેલી પહેલી વનડેમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 188 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ભારત તરફથી મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમીએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. આ સાથે જ ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ માર્શે સૌથી વધુ 81 રન બનાવ્યા હતા. માર્શે 65 બોલની ઈનિંગમાં 10 ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. તેના સિવાય ઓસ્ટ્રેલિયાનો કોઈપણ બેટ્સમેન ભારતીય બોલરોનો સામનો કરી શક્યો નહોતો અને મુલાકાતી ટીમે નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી.
ઓસ્ટ્રેલિયાને 9મો ફટકો, સિરાજે એબોટને પેવેલિયન મોકલ્યો
મોહમ્મદ સિરાજે ભારતને 9મી સફળતા અપાવી. શુભમન ગિલે સિરાજના બોલ પર સીન એબોટનો શાનદાર કેચ લીધો હતો. ઓસ્ટ્રેલિયાએ 34 ઓવરમાં 9 વિકેટે 188 રન બનાવ્યા છે. હાલ વાનખેડે સ્ટેડિયમમાં ભારતીય બોલરોનો દબદબો જોવા મળી રહ્યો છે.
ઓસ્ટ્રેલિયાની આઠમી વિકેટ પડી
ઓસ્ટ્રેલિયાએ 33મી ઓવરમાં 184 રનમાં આઠમી વિકેટ ગુમાવી દીધી છે. ગ્લેન મેક્સવેલ આઠ રન બનાવીને જાડેજાના હાથે આઉટ થયો હતો. જાડેજાની આ બીજી સફળતા છે. હવે સીન એબોટ અને મિશેલ સ્ટાર્ક ક્રીઝ પર છે.
ઓસ્ટ્રેલિયાને 7મો ફટકો, સ્કોર 184/7
મોહમ્મદ શમીએ માર્કસ સ્ટોઇનિસના રૂપમાં તેનો ત્રીજો શિકાર લીધો. શમીએ 32મી ઓવરના ત્રીજા બોલ પર 5 રનના અંગત સ્કોર પર શુભમન ગિલના હાથે સ્ટોઈનિસને કેચ આઉટ કરાવ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 32 ઓવરમાં 7 વિકેટે 184 રન બનાવ્યા છે.
છઠ્ઠી વિકેટ પડી, કેમેરોન ગ્રીન આઉટ
ઓસ્ટ્રેલિયાએ 30મી ઓવરમાં 174 રનમાં છઠ્ઠી વિકેટ ગુમાવી દીધી છે. શમીએ કેમેરોન ગ્રીનને 12 રને બોલ્ડ કર્યો હતો. શમીની આ બીજી સફળતા છે. હવે ગ્લેન મેક્સવેલ અને માર્કસ સ્ટોઈનિસ ક્રિઝ પર છે.
ઓસ્ટ્રેલિયાની 5મી વિકેટ પડી, 26 રન બનાવીને ઈંગ્લિસ આઉટ
મોહમ્મદ શમીએ ભારતને પાંચમી સફળતા અપાવી. શમીએ 28મી ઓવરના પાંચમા બોલ પર જોશ ઈંગ્લિસને બોલ્ડ કરીને ઓસ્ટ્રેલિયાને પાંચમો ઝટકો આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 28 ઓવરમાં 169 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી છે.
ઓસ્ટ્રેલિયાને ચોથો ફટકો, લાબુશેન આઉટ
રવીન્દ્ર જાડેજાએ માર્નસ લાબુશેનની ઇનિંગ્સને સમાપ્ત કરવા માટે એક શાનદાર કેચ લીધો. લાબુશેન કુલદીપના બોલ પર જાડેજાના હાથે કેચ આઉટ થયો હતો. લાબુશેને 22 બોલમાં 15 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ 23 ઓવરમાં 4 વિકેટે 140 રન બનાવ્યા છે.
જાડેજાએ માર્શને આઉટ કર્યો, ઓસ્ટ્રેલિયાનો સ્કોર 129/3
રવીન્દ્ર જાડેજાએ મિચેલ માર્શને આઉટ કરીને ભારતને ત્રીજી સફળતા અપાવી છે. માર્શ 65 બોલમાં 81 રન બનાવીને આઉટ થયો હતો. તે જાડેજાના બોલ પર મોહમ્મદ સિરાજના હાથે કેચ થયો હતો. ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 3 વિકેટે 129 રન બનાવ્યા છે.
મિચેલ માર્શની ફિફ્ટી, ઓસ્ટ્રેલિયાના 100 રન પૂરા
ઓપનિંગ બેટ્સમેન મિચેલ માર્શે તેની અડધી સદી પૂરી કરી છે. બીજા જ બોલ પર સ્વીપ કરીને તેણે પાછળ ચોગ્ગો ફટકાર્યો. આ રીતે ઓસ્ટ્રેલિયાએ પણ પોતાના 100 રન પૂરા કરી લીધા છે. 18 ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર બે વિકેટના નુકસાને 111 રન છે. માર્નસ લાબુશેન બીજા છેડે માર્શ સાથે રમી રહ્યો છે. તે 10 બોલમાં નવ રન બનાવીને રમી રહ્યો છે.
હાર્દિકે સ્ટીવ સ્મિથને પેવેલિયન મોકલ્યો, ભારતને મળી બીજી સફળતા
શાર્દુલ ઠાકુરની ઓવરમાં જીવનદાન મળતાં સ્ટીવ સ્મિથ લાંબો સમય રમી શક્યો ન હતો. બીજી જ ઓવરમાં હાર્દિક પંડ્યાએ તેને કેએલ રાહુલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. સ્મિથ 20 બોલમાં 22 રન બનાવીને આઉટ થયો હતો.
સ્ટીવ સ્મિથને જીવન મળ્યું
સ્ટીવ સ્મિથને શાર્દુલ ઠાકુરની બોલ પર જીવનદાન મળ્યું. બોલ તેના પગ સાથે અથડાયો અને ઓન ફીલ્ડ અમ્પાયરે તેને આઉટ જાહેર કર્યો. સ્મિથે ડીઆરએસ દ્વારા થર્ડ અમ્પાયરની મદદ લીધી હતી. જે બાદ જાણવા મળ્યું કે બોલનો અમુક ભાગ પહેલા બેટ પર વાગ્યો હતો. આ રીતે તેને નોટઆઉટ જાહેર કરવામાં આવ્યો હતો.
ઓસ્ટ્રેલિયાને પહેલો ફટકો, હેડ 5 રન બનાવીને આઉટ
ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે ભારતને શાનદાર શરૂઆત અપાવી છે. સિરાજે ઓપનર ટ્રેવિસ હેડને 5 રનના અંગત સ્કોર પર બોલ્ડ કરીને ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ બીજી ઓવરના છેલ્લા બોલ પર પહેલી વિકેટ ગુમાવી હતી.
ઓસ્ટ્રેલિયાનો દાવ શરૂ, હેડ-માર્શની જોડીએ ઓપનિંગ કર્યું
ટ્રેવિસ હેડ અને મિશેલ માર્શ ઓસ્ટ્રેલિયા માટે ઇનિંગ્સની શરૂઆત કરવા આવ્યા છે. ભારત તરફથી બોલિંગની શરૂઆત મોહમ્મદ શમી કરી રહ્યો છે.
ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી
ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીત્યા બાદ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
હાર્દિક પંડ્યાએ 11 ટી20 મેચમાં કેપ્ટનશિપ કરી છે
ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પહેલી વખત ODIમાં ટીમની કપ્તાની કરવા જઈ રહ્યો છે. આ પહેલા પંડ્યા ટી20 ટીમની કેપ્ટનશિપ કરી ચૂક્યો છે. તેણે 11 T20 મેચોમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કર્યું છે, જેમાં તેણે 8 જીતી છે અને 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. એક મેચ ટાઈ થઈ છે.
ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન: હાર્દિક પંડ્યા (કપ્તાન), ઇશાન કિશન, શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ (વિકેટમેન), રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી.
ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન: સ્ટીવ સ્મિથ (કપ્તાન), ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, કેમેરોન ગ્રીન, જે. ઇંગલિસ, માર્કસ સ્ટોઇનિસ, મિશેલ સ્ટાર્ક, સીન એબોટ, એડમ ઝમ્પા.










