- પહેલી સિઝનમાં જ લખનઉ પ્લેઓફ માટે ક્વોલીફાય
- કોલકાતા નાઈટ રાઈડર્સને 2 રનથી હરાવી
- ગૌતમ ગંભીરની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ
બુધવારે રમાયેલી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 2 રનથી હરાવી પ્લેઓફની ટિકિટ કપાવી લીધી હતી. Lucknow Super Giants ઈ ધમાકેદાર જીત બાદ ગૌતમ ગંભીરે જોરદાર ઉજવણી કરી. તેનો વિડીયો સોશ્યલ મીડિયા પર ખુબ ચર્ચાઈ રહ્યો છે.
Lucknow ની જીત બાદ ગૌતમ ગંભીરની ઉજવણી
Lucknow Super Giants ના મેન્ટર અને Team India ના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરનો એક વિડીયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે જેમાં ગંભીર લખનઉની જીત બાદ પોતાનું નિયંત્રણ ખોઈ બેસે છે અને આક્રમક અંદાજમાં જશ્ન મનાવે છે.
વિડીયો જોઇને થઇ જશો ખુશ
લખનઉની જીત બાદ ગૌતમ ગંભીરની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. લખનઉ સુપર જાયન્ટ્સ જેવી કોલકાતા નાઈટ રાઈડર્સને 2 રનથી હરાવે છે લખનઉના મેન્ટર ગૌતમ ગંભીર તાલી વગાડતા ઉભા થઇ જાય છે અને સાથી કોચ વિજય દહિયાને ગળે લગાડે છે.
લખનઉએ પ્લેઓફ માટે કર્યું ક્વોલીફાય
ગૌતમ ગંભીર ત્યારબાદ LSG ના બોલિંગ કોચ Andy Flowerને પણ ગળે લગાવે છે અને જોશમાં બુમ પાડે છે. લખનઉ સુપર જાયન્ટ્સે IPL માં ડેબ્યુ કરતા સાથે, પહેલી સિઝનમાં જ પ્લેઓફ માટે ક્વોલીફાય કઈ લીધું છે.