• દક્ષિણ આફ્રિકાની મેડિસન લેન્ડસમેને કર્યો કમાલ
  • અંડર-19 T20 મહિલા વર્લ્ડ કપમાં હેટ્રિક લેનાર પ્રથમ બોલર બની
  • મિસ્ટ્રી સ્પિનર મેડિસન લેન્ડસમેને સ્કોટલેન્ડ સામે લીધી હેટ્રિક

દક્ષિણ આફ્રિકાની મિસ્ટ્રી સ્પિનર ​​મેડિસન લેન્ડસમેને હેટ્રિક સ્કોટલેન્ડ સામે સતત ત્રણ બોલમાં ત્રણ વિકેટ લઇ ઈતિહાસ રચ્યો હતો. ​​મેડિસન અંડર-19 T20 મહિલા વર્લ્ડ કપમાં હેટ્રિક લેનાર પ્રથમ બોલર બની હતી.

[[$googlead]]

[[$alsoread]]

દ.આફ્રિકાએ સ્કોટલેન્ડને 44 રને હરાવ્યું

દક્ષિણ આફ્રિકાની સ્પિન બોલર મેડિસન લેન્ડસમેને અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2023માં પ્રથમ હેટ્રિક લઈને સ્કોટલેન્ડને ચોંકાવી દીધું છે. મેડિસન લેન્ડસમેને સ્કોટલેન્ડ સામે હેટ્રિક સહિત 4 વિકેટ લીધી હતી. આ મેચમાં યજમાન દક્ષિણ આફ્રિકાએ સ્કોટલેન્ડની ટીમને 44 રનના મોટા અંતરથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાની ટીમે 7 વિકેટે 112 રન બનાવ્યા હતા, જ્યારે સ્કોટિશ ટીમે 17 ઓવરમાં તમામ વિકેટ ગુમાવી 68 રન બનાવી લીધા હતા.

ચાર ઓવરમાં 12 રન આપીને 4 વિકેટ ઝડપી

ટીમની 15મી ઓવર કરવા આવેલ મેડિસને બીજા, ત્રીજા અને ચોથા બોલ પર સતત 3 વિકેટ લઈને હેટ્રિક પૂરી કરી હતી. તેણીએ મરિયમ ફૈઝલ, નિયામ કુરે અને ઓર્લા મોન્ટગોમેરીને આઉટ કર્યા હતા. લેન્ડસમેને તેની ચાર ઓવરમાં 12 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ રીતે U19 મહિલા T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ વખત હેટ્રિક નોંધાવવાનો અનોખો રેકોર્ડ પોતાના નામે થયો છે. નોંધનીય છે કે આ ટૂર્નામેન્ટ દક્ષિણ આફ્રિકાની યજમાનીમાં રમાઈ રહી છે. યજમાન ટીમને પ્રથમ મેચમાં ભારતીય ટીમ પાસેથી કારમી હાર મળી હતી. હવે તેણે આ જીતથી રાહતનો શ્વાસ લીધો હશે.

  • Follow us on: