• મનોલો માર્ક્વેઝને ભારતીય પુરૂષ ફૂટબોલ ટીમના નવા કોચ
  • ફૂટબોલ ફેડરેશનની કાર્યકારી સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણય
  • હાલમાં તે ઈન્ડિયન સુપર લીગ ટીમ એફસી ગોવાના કોચ છે

સ્પેનના મનોલો માર્ક્વેઝને ભારતીય પુરૂષ ફૂટબોલ ટીમના નવા કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હાલમાં તે ઈન્ડિયન સુપર લીગ ટીમ એફસી ગોવાના કોચ છે. ફૂટબોલ ફેડરેશનની કાર્યકારી સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

AIFFએ નિવેદન જારી કર્યું

શનિવારે ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનની કાર્યકારી સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં નવા કોચ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. AIFFએ પોતાના નિવેદનમાં કહ્યું, 'પહેલા દિવસની બેઠકમાં સિનિયર મેન્સ નેશનલ ટીમના નવા હેડ કોચની ચર્ચા કરવામાં આવી હતી અને નવા કોચ તરીકે મનોલો માર્ક્વેઝની પસંદગી કરવામાં આવી છે. તે 2024-25 સીઝનમાં FC ગોવાના મુખ્ય કોચ તરીકે પણ જોવા મળશે.

AIFF ચીફે નિવેદન જારી કર્યું

મનોલો માર્ક્વેઝને કોચ તરીકે નિયુક્ત કર્યા પછી, AIFF ચીફ કલ્યાણ ચૌબેએ તેમના નિવેદનમાં કહ્યું, 'અમે તેમનું સ્વાગત કરીને ખુશ છીએ. અમે લાંબા સમયથી તેની સાથે કામ કરવા ઈચ્છતા હતા. તેમના કાર્યકાળ અંગે હજુ સુધી કોઈ અપડેટ જાહેર કરવામાં આવ્યું નથી. ટીમ ઈન્ડિયા 2026 ફીફા વર્લ્ડકપ ક્વોલિફાયરના ત્રીજા રાઉન્ડમાં જગ્યા બનાવી શકી નથી. આ પછી, 17 જૂને, ઇગોર સ્ટિમેકને મુખ્ય કોચના પદ પરથી બરતરફ કરવામાં આવ્યા હતા.

મનોલો માર્ક્વેઝ ખુશી વ્યક્ત કરી હતી

ભારતીય રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના કોચ તરીકે નિયુક્ત થયા બાદ માનોલો માર્ક્વેઝે કહ્યું, 'મારા માટે આ સન્માનની વાત છે. હું ભારતને મારું બીજું ઘર માનું છું. હું આ દેશ અને તેના લોકો સાથે જોડાયેલ અનુભવું છું. હું FC ગોવા ક્લબનો પણ આભાર માનું છું કે તેઓએ મને મુક્તિ આપી છે, તેમ છતાં હું હજી પણ ક્લબનો મુખ્ય કોચ છું.'

  • Follow us on: