- હવે ક્રિકેટર બનવાના મૂડમાં છે યુવા શૂટર મનુ ભાકર!
- ઓલિમ્પિક મેડાલિસ્ટ મનુ ભાકર સૂર્યકુમાર સાથે કરી મુલાકાત
- મનુ ભારતની T20 ટીમના કેપ્ટન સૂર્યકુમારને મળી
પેરિસ ઓલિમ્પિક-2024માં બે બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતની યુવા શૂટર મનુ ભાકર હવે ક્રિકેટર બનવાના મૂડમાં જોવા મળી રહી છે. મનુએ ઘણી રમતો રમી છે અને હવે તે ક્રિકેટમાં પોતાનો હાથ અજમાવી રહી છે. આ માટે તેઓ સૂર્યકુમાર યાદવને પણ મળી હતી. મનુએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ભારતના T20 કેપ્ટનને મળવાની જાણકારી આપી અને કહ્યું કે તે મિસ્ટર 360 ડિગ્રી તરીકે ઓળખાતા આ બેટ્સમેન પાસેથી નવી રમતનું ટેકનિકલ જ્ઞાન લઈ રહી છે.
બ્રેક પર છે મનુ ભાકર













