• આજે ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડ્સ વચ્ચે મેચ
  • મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં મેચ
  • ઈંગ્લેન્ડ વર્લ્ડકપ પોઈન્ટ ટેબલમાં દસમા સ્થાને

આજે વર્લ્ડકપ 2023ની 40મી મેચ ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડ્સ વચ્ચે રમાઇ હતી. આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઇ હતી. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યાથી શરૂ થઇ હતી. આ મેચમાં ઈંગ્લેન્ડની 200 રને જીત થઇ છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરીને ઈંગ્લેન્ડે 340 રનનો ટાર્ગેટ આપ્યો હતો.જવાબમાં ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી નેધરલેન્ડની ટીમ 37.2 ઓવરમાં 179 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.

નેધરલેન્ડની ઇનિંગ

આજે વર્લ્ડકપ 2023ની ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડ્સ વચ્ચેની મેચમાં ઈંગ્લેન્ડની 200 રને જીત થઇ છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરીને ઈંગ્લેન્ડે 340 રનનો ટાર્ગેટ આપ્યો હતો.જવાબમાં ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી નેધરલેન્ડની ટીમ 37.2 ઓવરમાં 179 રનમાં ઓલઆઉટ થઇ ગઇ છે. ધરલેન્ડ તરફથી સૌથી વધુ રન વેસ્લી બરેસી 62 બોલમાં 3 ફોર અને 1 સિક્સની મદદથી 37 રન બનાવીને રન આઉટ થયો હતો. જ્યારે સાયબ્રાન્ડ એન્જલબ્રેકેટે 49 બોલમાં 33 રન બનાવ્યા હતા. મેક્સ ઓ'ડાઉડએ 5 રન અને કોલીન એકરમેન ખાતુ ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો. કેપ્ટન સ્કોટ એડવર્ડસ 42 બોલમાં 3 ફોર અને 1 સિક્સની મદદથી 38 બનાવીને આઉટ થયો હતો. જ્યારે તેજા નિંદામારુએ 34 બોલમાં 2 ફોર અને 3 સિક્સની મદદથી અણનમ 41 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડના બોલરની વાત કરવામાં આવે તો આદિલ રશીદે 8 ઓવરમાં 54 રન આપીને 3 સફળતા મેળવી છે. જ્યારે મોઇન અલીએ 8.2 ઓવરમાં 42 રન આપીને 3 ખેલાડીઓને પેવેલિયન ભેગા કર્યા છે. ડેવિડ વેલીએ 7 ઓવરમાં 19 રન આપીને 2 વિકેટ ઝડપી છે. જ્યારે ક્રિસ વોક્સે 7 ઓવરમાં 19 રન આપીને 1 વિકેટ ઝડપી છે.

આજે વર્લ્ડકપ 2023ની 40મી મેચ ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડ્સ વચ્ચેની મેચમાં બીજી ઇનિંગની 25 ઓવરની રમત પૂર્ણ થઇ છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરીને ઈંગ્લેન્ડે 340 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી નેધરલેન્ડની ટીમે 25 ઓવર બાદ 4 વિકેટના નુકસાને 99 રન બનાવ્યા છે. નેધરલેન્ડ તરફથી સૌથી વધુ રન વેસ્લી બરેસી 62 બોલમાં 3 ફોર અને 1 સિક્સની મદદથી 37 રન બનાવીને રન આઉટ થયો હતો. જ્યારે સાયબ્રાન્ડ એન્જલબ્રેકેટે 49 બોલમાં 33 રન બનાવ્યા હતા. મેક્સ ઓ'ડાઉડએ 5 રન અને કોલીન એકરમેન ખાતુ ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો. હાલમાં નેધરલેન્ડ તરફથી કેપ્ટન સ્કોટ એડવર્ડસ 16 બોલમાં 13 રન અને બાસ ડી લીડે 9 બોલમાં 6 રન કરીને ક્રીઝ પર છે. ઈંગ્લેન્ડના બોલરની વાત કરવામાં આવે તો ડેવિડ વેલીએ 7 ઓવરમાં 19 રન આપીને 2 વિકેટ ઝડપી છે. જ્યારે ક્રિસ વોક્સે 7 ઓવરમાં 19 રન આપીને 1 વિકેટ ઝડપી છે.

આજે વર્લ્ડકપ 2023ની 40મી મેચ ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડ્સ વચ્ચેની મેચમાં ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા 339 રન બનાવ્યા હતા. જવાબમાં ટાર્ગેટનો પીછો કરવા માટે નેધરલેન્ડ તરફથી મેક્સ ઓ'ડાઉડ અને વેસ્લે બરેસી ઓપનિંગ કરવા ક્રિઝ પર આવ્યા છે. જ્યારે ઈંગ્લેન્ડ તરફથી પ્રથમ ઓવરની શરૂઆત ક્રિસ વોક્સે કરી છે.

ઈંગ્લેન્ડની ઇનિંગ

આજે વર્લ્ડકપ 2023ની 40મી મેચ ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડ્સ વચ્ચેની મેચમાં પ્રથમ ઇનિંગ પૂર્ણ થઇ છે. આ મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.ઇંગ્લેન્ડે 50 ઓવર બાદ 9 વિકેટના નુકસાને 339 રન બનાવ્યા છે. જેથી નેધરલેન્ડને જીત માટે 340 રનનો જીત માટે ટાર્ગેટ આપ્યો છે. ઈંગ્લેન્ડ તરફથી ઓપનર જોની બેરેસ્ટો 17 બોલમાં 15 રન અને જો રૂટ 35 બોલમાં 25 રન બનાવીને આઉટ થયા હતા. જ્યારે ડેવિડ મલાન 74 બોલમાં 10 ફોર અને 2 સિક્સની મદદથી 87 રન બનાવીને રન આઉટ થયો હતો. હેરી બ્રુક 16 બોલમાં 11 રન અને કેપ્ટન જોસ બટલર 11 બોલમાં 5 રન કરીને આઉટ થયા હતા. ક્રિસ વોક્સે 45 બોલમાં 5 ફોર અને 1 સિક્સની મદદથી 51 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે બેન સ્ટોક્સ 84 બોલમાં 6 ફોર અને 6 સિક્સની મદદથી 108 રન બનાવીને આઉટ થયો હતો. નેધરલેન્ડના બોલરની વાત આવે તો આર્યન દતે 10 ઓવરમાં 67 રન આપીને 2 વિકેટ ઝડપી છે. જ્યારે બાસ ડી લીડેએ 10 ઓવરમાં 74 રન આપીને 3 વિકેટ ઝડપી છે. લોગન વાન બીકેએ 10 ઓવરમાં 88 રન આપીને 2 ખેલાડીઓને આઉટ કર્યા હતા. પોલ વાન મીકરનેએક સફળતા મેળવી છે.

આજે વર્લ્ડકપ 2023ની 40મી મેચ ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડ્સ વચ્ચેની મેચમાં 25 ઓવરની રમત પૂર્ણ થઇ છે. આ મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.ઇંગ્લેન્ડે 25 ઓવર બાદ 3 કેટના નુકસાને 155રન બનાવ્યા છે. ઈંગ્લેન્ડ તરફથી ઓપનર જોની બેરેસ્ટો 17 બોલમાં 15 રન અને જો રૂટ 35 બોલમાં 25 રન બનાવીને આઉટ થયા હતા. જ્યારે ડેવિડ મલાન 74 બોલમાં 10 ફોર અને 2 સિક્સની મદદથી 87 રન બનાવીને રન આઉટ થયો હતો. હાલમાં ઇંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સ 12 બોલમાં 10 રન અને હેરી બ્રુક 13 બોલમાં 11 રન કરીને ક્રિઝ પર છે.નેધરલેન્ડના બોલરની વાત કરવામાં આવે તો લોગાન વાન બીકે 7 ઓવરમાં 36 રન આપીને એક સફળતા મેળવી છે. જ્યારે આર્યન દતે 7 ઓવરમાં 36 રન આપીને 1 વિકેટ ઝડપી છે.

ડેવિડ માલને માત્ર 37 બોલમાં ફિફ્ટી ફટકારી છે. 10 ઓવર પછી ઈંગ્લેન્ડનો સ્કોર એક વિકેટના નુકસાન પર 70 રન છે. હાલમાં ઇંગ્લેન્ડ તરફથી ડેવિડ માલન અને જો રૂટ ક્રિઝ પર છે.

આજે વર્લ્ડકપ 2023ની 40મી મેચ ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડ્સ વચ્ચે રમાઇ રહી છે. આ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. જેથી ઈંગ્લેન્ડ તરફથી જોની બેરસ્ટો અને ડેવિડ મલાન ઓપનિંગ કરવા ક્રિઝ પર આવ્યા છે. જ્યારે નેધરલેન્ડ તરફ પ્રથમ ઓવરની શરૂઆત આર્યન દતે કરી છે.

ઈંગ્લેન્ડે ટોસ જીત્યો

આજે વર્લ્ડકપ 2023ની 40મી મેચ ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડ્સ વચ્ચે રમાઇ રહી છે. આ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઇ રહી છે. આ મેચમાં ઇંગલેન્ડે બે ફેરફાર કર્યા છે. માર્ક વુડ અને લિયામ લિયામ લિવિંગસ્ટોનની જગ્યાએ ગુસ એટકિન્સન અને હેરી બ્રુકને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે નેધરલેન્ડે એક ફેરફાર કર્યો છે. ઝુલ્ફીકારની જગ્યાએ તેજા નિદામાનુરુને સ્થાન આપવામાં આવ્યું છે.

પિચ રિપોર્ટ

આ વર્લ્ડકપમાં અત્યાર સુધી અહીં ત્રણ મેચ રમાઈ છે. બે મેચમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમોએ 240 થી 260 રન બનાવ્યા છે. એક મેચમાં સ્કોર પણ 350+ હતો. મધ્યમ સ્કોરનો પીછો કરતી ટીમ આસાનીથી જીતી ગઈ છે, જ્યારે ઉચ્ચ સ્કોરનો પીછો કરતી વખતે પાછળથી બેટિંગ કરનારી ટીમને મોટા અંતરથી હારનો સામનો કરવો પડ્યો છે.પિચની વાત કરીએ તો છેલ્લી ત્રણ વર્લ્ડકપ મેચો જેવી જ હોવાની અપેક્ષા છે. મતલબ કે અહીં બેટ્સમેન અને બોલર બંને માટે સમાન મદદ મળી શકે છે. આ પિચ પર ઝડપી બોલરો અને સ્પિનરો માટે સમાન તકો હશે.એકંદરે પીચ રમતના દરેક વિભાગ માટે યોગ્ય રહેશે.

બંને દેશની પ્લેઇંગ ઇલેવન

ઈંગ્લેન્ડ: જોની બેરસ્ટો, ડેવિડ મલાન, જો રૂટ, બેન સ્ટોક્સ, હેરી બ્રુક, જોસ બટલર (કેપ્ટન, વિકેટકીપર), મોઈન અલી, ક્રિસ વોક્સ, ડેવિડ વિલી, ગુસ એટકિન્સન, આદિલ રશીદ.

નેધરલેન્ડ્સ: મેક્સ ઓ'ડાઉડ, વેસ્લે બરેસી, કોલિન એકરમેન, સાયબ્રાન્ડ એન્જલબ્રેક્ટ, સ્કોટ એડવર્ડ્સ (કેપ્ટન, વિકેટકીપર), બાસ ડી લીડ, લોગન વાન બીક, રોઅલોફ વાન ડેર મર્વ, તેજા નિદામાનુરુ, આર્યન દત્ત, પોલ વાન મીકરન.

  • Follow us on: